Gujarat

છોટાઉદેપુર એક સમયે રાજવી નગર હતું. જેતે સમયે વિસ્તાર ના લોકોને માટે પ્રાથમિક સુવિધા માટે તકલીફ ના પડે તે માટે સતત ચિતા અહી ના રાજા કરતા . પરંતુ એજ રાજવી નગર આજે નરકાગર સમાન બની ગયું છે.

ચારો તરફ વનરાજી અને ડુંગર ની હારમારા વચ્ચે આવેલ મધ્ય પ્રદેશ ને અડી ને આવેલ છોટાઉદેપુર રજવાડી નગર હતું . રજવાડી સમયે આ વિસ્તારમાં પીવા ના પાણી માટે ખાસ સમસ્યા રહેતી હતી . પીવા ના પાણી ની સમસ્યા ના નિવારણ માટે જેતે સમય ના રાજા એ નગર ની વચ્ચે કુસુમ સાગર તળાવ બનાવ્યુ . જેને લઇ નગર ની શોભા મા ચાર ચાંદ લાગ્યા . તળાવ ભરાતા આ વિસ્તાર ના જળ સ્તર ઉપર આવ્યા અને જે નગર જનો ને પીવા ના પાણી ની તકલુફ હતી તે દૂર થઈ હતી . આજ તળાવ જ્યારે ઓવર ફળો થાય તે માટે પણ એક આયોજન કરવા મા આવ્યું હતું . અને એક નાની કેનાલ દ્રારા તેનો નિકાલ થાય તે માટે નજીક મા એક નાનું એક તળાવ બનવવા મા આવ્યું હતું. જેથી ત્યાં પણ પાણી નો ભરાવો થતો.

વિઓ,,

જેતે સમયે નગર ની ચિંતા કરતા રાજવી નું રાજ ગયું અને આજ ની નગર પાલિકા સત્તા ધીશો ના હાથ મા નગર નું સંચાલન આવ્યું . એજ તળાવો જે છોટાઉદેપુર ની શાન ગણાતા હતા તેજ તળાવો ની આજે દુર્દશા જોવાઈ રહી છે. આ બંને તળાવો ની આસપાસ ગંદકી ના ઢગ જોવાઈ રહયા છે. કુસુમ સાગર તળાવ ની બાજુ મા જે તળાવ આવેલ છે તેને હવે તળાવ પણ ન કહી શકાય તેવી સ્થતી જોવાઈ રહી છે. તળાવ મા જંગલી વનસ્પતી ઊગી નીકળી છે. જેને લઇ લોકો ગંદકી અને મચ્છર જન્ય રોગો થી પીડાય રહ્યા છે .વારંવાર ની રજુઆતો બાદ નગર પાલિકા ના સત્તાધીશો ને લોકો ના આરોગ્યની ચિંતા જરા પણ ના હોઈ તેમ લાગી રહ્યું છે .

વી.ઓ.3
આખરે લોકો ને પડતી તકલીફો ની નોંધ સરકારે લીધી અને આજ કુસુમ સાગર તળાવ ની બાજુ મા જે તળાવ આવેલ છે તેને 3.27 કરોડ ના ખર્ચે બ્યુટીફીકેશન કરવા નક્કી કરવા મા આવ્યું ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટર ને કામ ની સોંપણી પણ કરવા મા આવી છે
પણ છેલ્લા બે વર્ષ થી આ તળાવના બ્યુટીફીકેશન ની કામગીરી શરૂ કરવા મા ના આવતા લોકો મા નારાજગી જોવાઈ રહી છે .
તળાવ ની ફરતે દબાણ થઈ ગયું છે . તેં દૂર કરવા મા આવે તો કામ શરૂ થાય પણ વર્ષો જૂનું દબાણ દૂર કરવું મુશ્કેલ બન્યું છે . કોન્ટ્રાક્ટરે ડિપોઝીટ જમા કરાવી ને વર્ક ઓર્ડર પણ મેળવી લીધો છે . પણ જે નગર પાલિકા દ્રારા દબાણ દૂર કરવા નીં કામગીરી હાથ પર ન લેવાતા કામ મા વિઘ્ન ઉભું થયું છે .

તળાવ ને સુંદરતા નો ઓપ આપવા માટે કરોડો નો ખર્ચ કરવા નું નક્કી કરવા મા આવ્યું છે . ત્યારે નગર પાલિકા ના સત્તાધીશો કેમ કામગીરી શરૂ કરાવી નથી રહ્યા . તે નગર જનો મા એક સવાલ ઉભો થયો છે. સમય મર્યાદા મા જો કામગીરી શરૂ કરવા માં નહિ આવે તો સરકાર દ્રારા ફાળવેલ જે કરોડો ની રકમ પરત જશે તેની પણ નગરજનો માં ચિતા સતાવી રહી છે . હવે જોવા નું એ છે સત્તાધીશો સત્તા નો ઉપયોગ કરી તળાવ ના બ્યુટીફીકેશન ની કામગીરી હાથ પર લે છે કે પછી નગર જનો ને કાયમી દુઃખ વેઠવા નો વારો આવશે

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220219-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *