શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારીશ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સુચના કરેલ. જે આધારે શ્રી એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ, છોટાઉદેપુર નાઓ સાથે સંકલનમાં રહી શ્રી એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને જરૂરી સુચના આપી અસરકારક કામગીરી કરવા જણાવેલ જે સંબંધે શ્રી એચ.એચ.રાઉલજી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે રેણધા ચેકપોસ્ટ પાસેથી મધ્યપ્રદેશ રાજ્યના બડી ઉતવાલી ગામના વિકાસભાઇ નાનાભાઇ ચૌહાણ નાને એક મહિન્દ્રા બોલેરો ગાડી સાથે પકડી પાડી બોલેરો ગાડી અંગે ખાત્રી તપાસ કરતા મહિદ્વા બોલેરો ગાડી કવાંટ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલાનું જણાતા સદરી ઇસમની ધરપકડ કરી ઘનીષ્ઠ પુછપરછ કરતા પોતે તથા તેના સાગરીતો મારફતે ગુજરાતમાંથી અલગ-અલગ જગ્યાએથી તેઓએ મોટર સાયકલ ચોરીઓ કરેલાની કબુલાત કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.વી.કાટકડ તથા શ્રી એચ.એચ.રાઉલજી તથા શ્રી સી.એમ.ગામીત નાઓએ પકડાયેલ ઇસમના સગા સંબંધીનો સંપર્ક કરી વિકાસ તથા તેના સાગરીતોએ ચોરી કરેલ મોટર સાયકલો રીકવર કરવા સારૂ અલગ-અલગ ટીમો બનાવી કુલ ૨૭ મોટર સાયકલ તથા એક બોલેરો ગાડી મળી કુલ ૨૮ વાહન કિ.રૂ.૧૦,૧૯,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી પકડાયેલ ઇસમને સી.આર.પી.સી.૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી કવાંટ પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે. અને જે પો.સ્ટે. વિસ્તારમાં તેઓએ મો.સા. ચોરી કરેલ છે તે તમામ પો.સ્ટે. ખાતે જાણ કરવામાં આવેલ છે.
આમ, મધ્યપ્રદેશ રાજ્યના ઇસમો દ્વારા ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી વાહન ચોરી કરવામાં આવેલ હોય જે ચોરાયેલ મોટર સાયકલો તથા આરોપીને ઝડપી પાડેલ છે.


