વિદ્યાર્થીઓએ અન્ય બસોની રોકી પોતાનો રોષ ઠાલવ્યો હતો..એસ ટી વિભાગે વડા પ્રધાનના કાર્યક્રમ ને લઈ બસો અનિયમિત અથવા બંધ હોવાની સૂચના મૂકી છે. છોટાઉદેપુર અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ જ્યારે શાળા કોલેજ માંથી છૂટી ડેપો ઉપર આવ્યા તો તેમના ગામે જવાની બસો ના મળી જેને લઈ વિદ્યાર્થીઓ એ હંગામો કરી બસો મૂકવાની માંગ કરી. જો કે વિરોધ બાદ ડેપો તંત્ર એ વિદ્યાર્થીઓ માટે બસો ની વ્યવસ્થા કરતા મોટાભાગના વિદ્યાર્થીઓ ઘરે જઈ શક્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


