છોટાઉદેપુર ખાતેના જિલ્લા સેવાસદનમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ એન્ટીજન અને ૫૦ આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ૫૦ એન્ટીજન ટેસ્ટના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. તેમજ આર.ટી.પી.સી.આર ટેસ્ટના રિપોર્ટ હવે પચછી આવશે. સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘની રાહબરી હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર ચૌધરી અને તેમની ટીમ દ્વારા જિલ્લામાં તકેદારીના ભાગરૂપે કોરોના
ટેસ્ટીંગ અને રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનમાં આવેલા સંકલન સમિતિ હોલમાં કોરોના ટેસ્ટીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જિલ્લા સેવાસદનમાં કાર્યરત જુદી જુદી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ટેસ્ટીંગ કરાવ્યું હતું. લેબ ટેકનિશિયન નિલેશભાઇ બ્રહ્મભટ્ટ, ભૂમિતચંદ્ર સોલંકી, રાહુલ ઠકકર સહિત અન્ય સાત ટેકનિશિયનોએ ૫૦ એન્ટીજન અને ૫૦ આર.ટી.પી.સી.આર ટેસ્ટ કર્યા હતા. ૫૦ એન્ટોજન ટેસ્ટ પૈકી તમામ એન્ટીજન ટેસ્ટના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા. જયારે આર.ટી.પી.સી.આર ટેસ્ટના રિપોર્ટ હવે પછી આવશે એમ આરોગ્યની ટીમ દ્વારા જણાવાયું હતું. છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધુ પ્રમાણમાં ન ફેલાઇ એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા
જિલ્લાના નાગરિકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા, માસ્ક પહેરવા તેમજ યોગ્ય અંતર જાળવવા માટે
નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


