Gujarat

છોટાઉદેપુર ખાતેપ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો  

શ્રી. એસ.એન.કોલેજ ગ્રાઉન્ડ, છોટાઉદેપુર ખાતે રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજાતો હતો. ગરીબ કલ્યાણ મેળા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ૨૧૦૬૨ લાભાર્થીઓને રૂા. ૬૨.૪૬ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.
 રાજય સરકાર દ્વારા તા. ૨૪, ૨૫ અને ૨૬મી ફેબ્રુઆરી દરમિયાન રાજયના વિવિધ જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ તબકકાના તા. ૨૪મી ફેબ્રુઆરીના રોજ છોટાઉદેપુર જિલ્લામાં પણ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી. એસ.એન. કોલેજ ગ્રાઉન્ડ, છોટાઉદેપુર ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ વિભાગની કલ્યાણલક્ષી યોજનાના લાભાર્થીઓને હાથો હાથ સહાય આપવામાં આવી હતી.
 રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી નિમિષાબેન સુથારના હસ્તે છોટાઉદેપુર જિલ્લાના લાભાર્થીઓને મેઇન સ્ટેજ તેમજ પેટા સ્ટેજ પરથી સહાયના ચેકો, મંજુરી હુકમો તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
 છોટાઉદેપુર ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં જુદી જુદી યોજનાના ૨૧૦૬૨ લાભાર્થીઓને રૂા. ૬૨.૪૬ કરોડની માતબર રકમના લાભો એનાયત કરવામાં આવી હતી. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા રાજયકક્ષાના ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.
 છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદન ખાતે નવનિર્મિત થનારા ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરનું ખાતમુહૂર્ત રાજયમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું . તેમજ રૂા. ૧૮૩.૦૫ લાખના શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ ગાર્ડન ડેવલપમેન્ટનું કામ, રૂા. ૫૬ લાખના ખર્ચે જનરલ હોસ્પિટલ ખાતે બનાવવામાં આવેલા પી.એસ.એ પ્લાન્ટ અને રૂા. ૮૪.૮૮ લાખના ખર્ચે અલીરાજપુર નાકા ખાતે બનાવવામાં આવેલા ૬ એમ.એલ.ડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ પણ મંત્રી નિમિષાબેન સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત છોટાઉદેપુર લોકસભા સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા તેમજ રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા,, સંખેડા ધારાસભ્ય અભેસિંહ તડવી,, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ,, છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી અને ઇન્ચાર્જ કલેકટર ગંગા સિંહ,,, છોટાઉદેપુર નગર પાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા,,, છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા,,, આદિજાતિ નિગમના ડીરેકટર જશુ ભાઈ રાઠવા તેમજ અન્ય મહાનુભવો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220224-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *