સર્વ સમાજનો સમતોલ અને સર્વાંગી વિકાસ થાય એ માટે રાજય સરકાર કટિબદ્ધ છે. સરકારે દરેક કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ આ સરકારે કર્યું છે એમ છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી. મલકાબેન પટેલે જણાવ્યું હતું.
છોટાઉદેપુર ખાતે આવેલા એસ.એન. કોલેજ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી જયારે રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત કરી હતી એમ જણાવી તેમણે છેવાડાના માણસને હાથો હાથ લાભો આપી શકાય એ માટે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવે છે એમ જણાવ્યું હતું. ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સમગ્ર દેશમાં ગુજરાતનો હિસ્સો ૨૫ ટકા જેટલો છે એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અંગે વિગતે છણાવટ કરી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ લોકો માટે આશિર્વાદરૂપ યોજના છે એમ જણાવી તેમણે નસવાડીના વસીમભાઇનું હાર્ટનું ઓપરેશન કરતા તેમનું જીવ બચી ગયું છે એમ ઉમેરી તેમણે સરકારી યોજનાઓનો લાભ લઇ જીવન ધોરણ ઉંચું આવે એવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, લાભાર્થીઓને એક જ સ્થળેથી હાથો હાથ લાભ મળે એ માટે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે એમ કહી તેમણે કેન્દ્ર સરકાર કિસાન સન્માન નિધિ થકી ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આવે છે એમ કહી તેમણે ટુંક સમયમાં ૧૨મા હપ્તાના નાણા ચૂકવવામાં આવશે એમ કહ્યું હતું. આ ઉપરાંત તેમણે રાજય અને કેન્દ્ર સરકારની અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ વિગતે છણાવટ કરી હતી.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા લાભાર્થીઓને ઓળખી વિવિધ યોજનાઓના લાભો હાથો હાથ આપવા માટે ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું. વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન વિવિધ યોજનાના ૧૬ વિભાગના ૨૬૯૩૭ લાભાર્થીઓને ૮૫.૯૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે એમ જણાવ્યું હતું. તેમણે સરકારની અનેકવિધ યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરીએ આદિવાસી વિસ્તારની કાયાપલટ કરી છે એમ જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી. મલકાબેન, સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા સહિતના અન્ય મહાનુભાવોએ મેઇન સ્ટેજ અને પેટા સ્ટેજ પરથી લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું હતું.
ગરીબ કલ્યાણ મેળાના આ કાર્યક્રમમાં મેળા પહેલા, મેળા દરમિયાન અને મેળા પછી મળી કુલ ૨૬૯૩૭ લાભાર્થીઓને રૂા. ૮૫.૯૧ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત રૂા. ૩.૦૬ કરોડના વિકાસકામોનું લોકાર્પણ, ૧૧૨.૫૬ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને પંચાયતી રાજની આગેકૂચ નામની કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન કરતા છોટાઉદેપુરના પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તીએ કાર્યક્રમનો આશય સ્પષ્ટ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યક્રમના પ્રારંભે વડોદરાના કલાકારોએ ગણેશ વંદના અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી કૃણાલભાઇ પટેલે આટોપી હતી.
કાર્યક્રમમાં પૂર્વ સંસદીય જયંતિભાઇ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, નવનિયુકત આઇ.એ.એસ અધિકારી રાઠોડ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઇ રાઠવા, અગ્રણી મેહુલભાઇ પટેલ, નિવાસી અધિક કલેકટર આર.કે.ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.ડી.ભગત, પ્રયોજના વહીવટદાર જાડેજા, અન્ય પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, લાભાર્થીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
——૦——
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


