Gujarat

છોટાઉદેપુર ખાતે ગુજરાત વિધાનસભાની સામાન્ય  ચૂંટણીને અનુલક્ષીને સેકટર ઓફિસરોની એક દિવસીય તાલીમ યોજાઇ

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સેકટર ઓફિસરોની એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારી/કર્મચારીઓને તેમની કામગીરીને અનુરૂપ તાલીમ આપીને સજ્જ કરવાની કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
છોટાઉદેપુર ખાતે આવેલા દરબાર હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયામાં મહત્વનું સ્થાન ધરાવતા સેકટર ઓફિસરોની તાલીમ યોજવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી. સ્તૂતિ ચારણે આગામી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને સેકટર ઓફિસરો દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવાની થાય છે એ અંગે વિગતે જાણકારી આપી કામગીરી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.બી.ચૌધરીએ પણ તાલીમ દરમિયાન ઉપસ્થિત સેકટર ઓફિસરોને તેમની કામગીરી અંગે વિગતે જાણકારી આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક જે.જી. ચાવડાએ પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
તાલીમ દરમિયાન છોટાઉદેપુર વિધાનસભાના રીટર્નિંગ ઓફિસર અને પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, પાવીજેતપુર વિધાનસભાના રીટર્નિંગ ઓફિસર અને ડેપ્યુટી કલેકટર એ.જી.ગામીત, સેકટર ઓફિસરો, પોલીસ અધિકારી/કર્મચારીઓ, નાયબ મામલતદારો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
—–૦—–
[3/10, 15:27] Mahiti Khata Men Saheb Vsava: ફટાકડાના સ્ટોલ માટેનું લાઈસન્સ
મેળવવા તા.૧૫ ઓકટોબર સુધીમાં અરજી કરી શકાશે
તા.૦૩, છોટાઉદેપુર
દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના હંગામી સંગ્રહ/વેચાણનો પરવાનો મેળવવા માંગતા છોટાઉદેપુર, જેતપુર પાવી અને કંવાટ તાલુકાના અરજદારોને નિયત નમૂનાનું ફોર્મ A-E-5 રૂ.૩ની કોર્ટ સ્ટેમ્પ લગાવી ૩ નકલોમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, છોટાઉદેપુર ખાતે તા.૧૫મી ઓકટોબર સુધીમાં જરૂરી વિગતો ભરી આધાર પુરાવા સાથે રજુ કરવાનું રહેશે. પુરાવા માટે સ્વપ્રમાણીત કરેલા ૨ ફોટા, આધાર કાર્ડ કે ચુંટણી કાર્ડ, ભાડા ચીઠી અને માલિકનું સંપતિ પત્ર, માલિકીની જગ્યા હોય તો તેના પુરાવા, નગરપાલિકા કે ગ્રામ પંચાયતનું એનઓસી,, ફાયર સેફટી પ્રમાણપત્ર, સ્થાનિક સંસ્થા પાસે કોઈપણ પ્રકારની સરકારી વસુલાત બાકી ન હોવાનું પ્રમાણપત્ર, ગયા વર્ષે પરવાનો મેળવ્યો હોય તો તેની એક નકલ વગેરે દસ્તાવેજો સાથે સામેલ કરવાના રહેશે.
અન્ય વહીવટી સેવાઓની ફી પેટે રૂ.૩૦૦/- દારૂખાનું રાખવાનો પરવાનો મંજુર કરવાની અરજીની તપાસણી માટે રૂ.૬૦૦/- પરવાના ફી પેટે એમ કુલ રૂ.૯૦૦/- જમા કરાવી તેનું અસલ પ્રમાણપત્ર સાથે સ્થળ પર રાખવાનું રહેશે. ફોર્મની સાથે સૂચિત સ્થળનો એપ્રુવ્ડ નકશો અને ૧૫ મીટરની ત્રિજ્યામાં આવેલા અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો, સળગી ઉઠે તેવા પદાર્થોના ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની તમામ વિગતો આપવાની રહેશે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221003-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *