Gujarat

છોટાઉદેપુર ખાતે તિરંગા યાત્રા યોજાઇ 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન યોજાનારા હર ઘર તિરંગા કાર્યક્રમને અનુલક્ષીને છોટાઉદેપુર નગરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

 દેશની આઝાદીને ૭૫ વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન દરેક રહેણાંકના મકાનો, દુકાનો, ઔદ્યોગિક એકમો, સરકારી અને ખાનગી કચેરીઓ, તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. હર ઘર તિરંગા કાર્યક્રમને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં પણ અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા કલેકટર  સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહની રાહબરીમાં આગામી તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન યોજાનારા હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે.
 હર ઘર તિરંગા કાર્યક્રમને અનુલક્ષીને છોટાઉદેપુર નગરમાં તિરંગા યાત્રાનું યોજવામાં આવી હતી. અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિપીકાબેન રાણા, જિલ્લા રમત ગમત અધિકારી અમરસિંહ રાઠવા, જિલ્લા રમત ગમત કચેરીના એ.પી.ઓ. શૈલેષ ચૌધરી સહિતના સરકારી અધિકારીઓની આગેવાની હેઠળ યોજાયેલી તિરંગા યાત્રાને લઇ નગરજનોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.
 છોટાઉદેપુર નગરમાં યોજાયેલી તિરંગા યાત્રા જિલ્લા પંચાયત ભવનથી શરૂ કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત ભવનથી એસ.બી.આઇ, એસ.બી.આઇથી ફાયર સ્ટેશન, ફાયર સ્ટેશનથી જનરલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલથી પોસ્ટ ઓફિસ થઇ દરબાર હોલ ખાતે તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.
 છોટાઉદેપુર નગરમાં યોજાયેલી તિરંગા યાત્રા દરમિયાન હાથમાં તિરંગો રાષ્ટ્રધ્વજ તેમજ ડી.જે. પર વાગતા દેશભક્તિગીતોથી સમગ્ર નરગમાં દેશભક્તિનો માહોલ છવાઇ ગયો હતો. તિરંગા યાત્રા દરમિયાન હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવવાનો થનગનાટ નગરજનોમાં પ્રત્યક્ષ રીતે જોવા મળ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

07-08-2022_-Tiranga-yatra-chhotaudepur-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *