Gujarat

છોટાઉદેપુર ખાતે નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે વહીવટીતંત્ર દ્વારા
આયોજીત કરવામાં આવનારા અવેરનેસ પ્રોગ્રામ અંગે આપી જાણકારી
​છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વીડીયો કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત યોજાનારા કોલેજો, માધ્યમિક શાળાઓ તેમજ પ્રાથમિક શાળાઓમાં એકટીવેશન કાર્યક્રમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
​પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત મીડીયાકર્મીઓને જાણકારી આપતા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, ગુજરાત રાજય ૩૬મી, રાષ્ટ્રીય રમતોની યજમાની કરવા જઇ રહ્યું છે. જેને અનુલક્ષીને સમગ્ર રાજયમાં જાગૃતિ અભિયાન આગામી તા. ૧૨મી, સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવનાર છે. એમ કહી તેમણે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતેથી આ જાગૃતિ અભિયાનનો શુભારંભ રાજયના મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો) તથા સામાજીક ન્યાય અને અધિકારિતા (અનુસૂચિત જાતિ) સુશ્રી. મનિષાબેન વકીલની ઉપસ્થિતિમાં કરવામાં આવશે એમ જણાવ્યું જણાવ્યું હતું.
​વધુ માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, ૩૬મી, નેશનલ ગેમ્સના અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની તમામ કોલેજો, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક શાળાઓમાં રમત ગમત પ્રવૃતિને વેગ મળે, રમત ગમત વિશે જાણકારી મળે તે માટે છોટાઉદેપુર જિલ્લાના તમામ અધિકારી-પદાધિકારીઓ ગામડાની શાળાઓમાં જશે એમ ઉમેર્યું હતું.
​જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવેલા આયોજન અંગે વિગતે જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસ એટલે કે, તા. ૧૨/૦૯/૨૦૨૨ના રોજ શેઠ ટી.સી.કાપડિયા આર્ટસ એન્ડ કોમર્સ, કોલેજ ખાતે સવારે ૧૧:૦૦ થી બપોરે ૧૨:૩૦ કલાક દરમિયાન કોલેજ/યુનિવર્સીટી કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં કબડ્ડી, એથ્લેટિકસ્, ચેસ, ખો-ખો, રસ્સાખેંચ તેમજ કોલેજમાં ઉપલબ્ધ સુવિધા મુજબની અન્ય રમતો યોજાશે. બીજા દિવસે એટલે કે, તા. ૧૩/૦૯/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાક દરમિયાન આર્ટસ્ એન્ડ કોમર્સ કોલેજ, નસવાડી અને શ્રી એસ.એન.કોલેજ, છોટાઉદેપુર ખાતે,  તા. ૧૪/૦૯/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ કલાક દરમિયાન સરકારી કોલેજ, કવાંટ, કૃષિ યુનિવર્સીટી, જબુગામ અને એકલવ્ય કોલેજ, કલારાણી ખાતે, તા. ૧૫/૦૯/૨૦૨૨ અને ૧૬/૦૯/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૧:૩૦ કલાક દરમિયાન જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લેગ ક્રિકેટ, એથ્લેટિકસ, મ્યુઝિક ચેર, ખો-ખો, રસ્સાખેંચ, ચેસ અને શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ મુજબની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
​પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, અધિક નિવાસી કલેકટર ભગોરા, જિલ્લા રમત વિકાસ અધિકારી દિનેશભાઇ ભીલ અને જિલ્લાના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડીયાના પત્રકારોએ ઉપસ્થિત રહી ચર્ચા-વિમર્શમાં ભાગ લીધો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1662888479140_6974659799614832560.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *