છોટાઉદેપુર જિલ્લાના વડા મથક એવા છોટાઉદેપુરમાં જિલ્લાની એકમાત્ર જનરલ હોસ્પિટલ આવેલી છે અહીં આદિવાસી પંથકની ગામડી પ્રજા સારવાર અર્થે આવે છે સંપૂર્ણ સુવિધા યુક્ત આ હોસ્પિટલમાં વિશેષ યંગ ડોક્ટરની અછત હોવાથી ગંભીર બીમારીઓમાં દર્દીને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે, અને હદ તો એ વાતની છે જનરલ હોસ્પિટલ ની એમ્બ્યુલન્સ પોતે જ બીમાર હાલતમાં જોવા મળી રહી છે , છેલ્લા 12 જેટલા વર્ષથી સેવા આપતી આ એમ્બ્યુલન્સ માં ઠેર ઠેર પાટા પીડી જોવા મળે છે, એમ્બ્યુલન્સની છત કટાઈ ગઈ છે જ્યારે એમ્બ્યુલન્સની સીટોની હાલત ભંગાર બની છે બીમાર દર્દીઓને મોટા દવાખાને સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ ખખડત જ બની ગયી હોય તેવું જોવા મળી રહ્યું છે જનરલ હોસ્પિટલ ના તાબામાં કુલ ત્રણ એમ્બ્યુલન્સ છે ફક્ત વી વીઆઈપી ના પોટો કોલ માટે મુકાઈ રહી છે જ્યારે એક એમ્બ્યુલન્સ છેલ્લા ઘણા સમયથી સમારકામ માટે કંપનીમાં મોકલવામાં આવી છે અને એક એમ્બ્યુલન્સ ભંગાર બની ગયેલ એમ્બ્યુલન્સમાં દર્દીને લઈ જવાતા ક્યાંક ખોટકાય જાય અને દર્દીને હાલાકી ભોગવી પડે કે જીવ ગુમાવવાનો વારો આવે તો તેની કોણ જવાબદારી રહેશે તે પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે, જિલ્લાના આરોગ્ય વિભાગ એ આ બાબતે ગંભીર બની વિચારવું જોઈએ એવી લોક માંગ ઉઠવામાં પામી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


