પોતાના આદિવાસી સમાજના યુવા શિક્ષિત બને જાગૃત બને અને સારી નોકરી મેળવે તેવા ઉદ્દેશ્યથી રાઠવા સમાજના યુવા સામાજિક કાર્યકર્તાઓની સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ સામે આવ્યું છે. આજે LRD ની લેખિત પરીક્ષા છે ત્યારે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના ત્રણ હજાર કરતા વધુ આદિવાસી ઉમેદવારો પરીક્ષા આપનાર છે,છોટાઉદેપુર જિલ્લાના તમામ ઉમેદવારો માટે સુરત ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓ સમયસર સરળતાથી પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી પરીક્ષા આપી શકે તેના માટે છોટાઉદેપુર ના રાઠવા સમાજના યુવા સામાજિક કાર્યકરો દ્વારા ઉમેદવારો ને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવા અને રહેવા તથા ચા નાસ્તો અને જમવાની નિઃ શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે,પુનિયાવાટ ખાતે આવેલ SMS હોસ્પિટલના સંચાલક બુદ્ધિલાલ ભાઈ રાઠવા, છોટાઉદેપુર ગ્રાફિક્સના લક્ષમન ભાઈ રાઠવા ,ગણેશ ટ્રાવેલ્સ ના સંચાલક તેમજ વાલસિંગભાઈ રાઠવા સહિતના સામાજિક કાર્યકરો દ્વારા 700 થી વધુ ઉમેદવારોને સુરત પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવા અને લાવવા માટે 6 સ્લીપર કોચ લક્ઝરી બસો ની વ્યવસ્થા કરી હતી અને રાત્રે રવાના કર્યા હતા,ઉમેદવારોને સુરત ખાતે આરામ કરવા રહેવાની તેમજ સવારે ચા નાસ્તો અને બપોરે પરીક્ષા બાદ જમવાની પણ નિઃ શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે,ઉલ્લેખનીય છે કે પોલીસ અને પી એસ આઈની ભરતી માટેની પરીક્ષાની તાલીમ માટે બિરસા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા છોટાઉદેપુર ની મામા માર્ગરેટ ઓકિયાના સ્કૂલ દ્વારા 200 થી વધુ આદિવાસી ઉમેદવારોને રહેવા જમવાની મફત સુવિધા સાથે નિઃ શુલ્ક કોચિંગ કલાસ માં તાલીમ પણ આપવામાં આવી છે.પરીક્ષા માટે જતા ઉમેદવારોને ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી બસમાં રવાના કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


