છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા આજે કવાંટ તાલુકાના કડીપાણી ખાતે ચાલતી જવાહર નવોદય વિધાલય ની મુલાકાત લીઘી હતી , જિલ્લા કલેકટર દ્વારા મુલાકાત લઈ અઘિકારઓ તેમજ શિક્ષણિક સ્ટાફ સાથે બેઠક કરી જેમાં વિઘાર્થીઓને આપાતી સુવિઘાઓની ચર્ચા કરી તેમજ જિલ્લા કલેકટર દ્વારા ચકાસણી કરી જરૂરી સૂચનો કર્યા હતા, ત્યારબાદ જિલ્લા કલેકટર દ્વારા વિઘાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમજ પ્રમાણપત્ર જિલ્લા કલેકટર ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા, જિલ્લા કલેકટર ની સાથે છોટાઉદેપુર પ્રાત અઘિકારી વિમલ ચક્રવતી તેમજ જિલ્લા શિક્ષણ અઘિકારી ક્રિષ્ના પાચાણી ઉપસ્થિત રહ્યા હતા,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર