Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના સિંહાદા ગામે પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, બૂંદ બૂંદ પાણી માટે ગામની મહિલાઓ રઝળપાટ કરવા મજબૂર બની છે.

 

વિઓ: રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનું આ છે સિંહાદા ગામ, ચાર હજાર કરતા વધુ વસ્તી ધરાવતા સિંહાદા ગામમાં પાણીની સુવિધા માટે હેન્ડ પમ્પ છે, પાણીની ટાંકી છે મીની ટાંકી યોજના છે,ગામમાં અનેક કુવાઓ છે, છતાં ગામલોકો પાણીનો પોકાર કરી રહયા છે,કારણકે દર વર્ષે ઉનાળામાં જળ સ્તર નીચે ઉતરી જતા ગામના કુવાઓ સુકાભટ્ટ બની જાય છે,હેન્ડપમ્પો મા પાણી આવતું બંધ થઈ જાય છે,પાણી પુરવઠા વિભાગની પાણીની ટાંકીઓ ખાલી પડી છે, નલસે જલ યોજના હજુ કાર્યરત નથી થઈ જેને લઈ ગામમા પાણીની ગંભીર સમસ્યા ઉદભવે છે. ગામમાં 40 ઉપરાંત હેન્ડપમ્પ છે જે પૈકી માત્ર ત્રણ ચાર બોરમાં જ પાણી આવે છે અને એ પણ અપૂરતું.ગામના સૌથી મોટા એવા પટેલ ફળિયામાં તો એક જ હેન્ડપમ્પમાં 5 મિનિટ પાણી આવે અને ખૂટી જાય ,મળસ્કે થી લઈ મહિલાઓ દિવસની કાળઝાળ ગરમીમાં પીવાના પાણી માટે કલાકો સુધી રઝળપાટ કરે છે. તો પશુઓ માટે એક મીની ટાંકીમાં પ્રતિ કલાક 100 રૂપિયા ચૂકવી ખાનગી બોર માંથી પાણી લેવું પડે છે. ગામના લોકોની સાથે ગામનું પશુધન પણ પાણી વિના તરસે મરે છે,સિંહાદા ગામમા પાણીની આ સમસ્યા કોઈ નવી નથી ,વર્ષોથી ગામલોકો પાણીની સમસ્યાને વેઠી રહયા છે,ગામના કેટલાક ખેડૂતોએ પોતાના ખાનગી બોર કરાવ્યા છે જયાંથી ગામલોકોએ વિજબીલનો ખર્ચો આપી પાણી લેવુ પડે છે પણ તેના માટે પણ ખૂબ લાંબુ અંતર ચાલીને જવુ પડે છે, પોતાના પરિવારને પાણી ભરવા મદદરૂપ બનતી પરિવારની દીકરીઓને અભ્યાસ કરવાનો પૂરતો સમય મળતો નથી,

વિઓ:2:
સિંહાદા ના ગ્રામજનોનું માનીએ તો દસ વર્ષ ઉપરાંતથી ગામમાં મોટી ટાંકી બનાવી છે પરંતુ એમાં આજદિન સુધી પાણી નથી ભરાયું, નલ સે જલ યોજનાના હજુ કાર્યરત નથી થઈ, ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન ગણાતી સરદાર સરોવર યોજના માત્ર 25 થી 30 કિમિ અંતરે છે, પરંતુ દિવા તળે અંધારું જેવી હાલત હાલ સિંહાદા ગામની છે, માત્ર બે કિમિ અંતરેથી હાફેશ્વર પાણી પુરવઠા યોજના થકી નર્મદાનું પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન પસાર થાય છે.જે દાહોદ સુધી જાયછે, લોકોની માંગ છે કે નર્મદાનું પાણી તેમને મળે તો પાણીના પ્રશ્નનો કાયમી ઉકેલ આવે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220608-153136_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *