Gujarat

છોટાઉદેપુર જિલ્લાના ખાનગી મુદ્રણાલયના માલિકો/સંચાલકો ધ્યાન આપે 

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે તા. ૦૩/૧૧/૨૦૨૨ના રોજ આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં છોટાઉદેપુર જિલ્લાના તમામ ખાનગી મુદ્રણાલયોના માલિકો/સંચાલકો તથા ઝેરોક્ષ કે અન્ય રીતે નકલો છાપનારાઓનું ધ્યાન ચૂંટણી પંચની સૂચનાઓ તરફ દોરવામાં આવે છે તે અનુસાર જિલ્લાના તમામ મુદ્રણાલયના માલિકોએ
કોઇપણ વ્યક્તિ જેના પર તેના મુદ્રક અને પ્રકાશકના નામ સરનામા ન હોય એવા ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિદ્ધ કરી શકશે નહીં.
પ્રકાશકની ઓળખ અંગે બે વ્યક્તિઓએ શાખ કરેલ એકરારનામાની બે નકલ મુદ્રકને જોડાણ(ક)માં આપવાની રહેશે અને મુદ્રકે આવા એકરારપત્રો બે નકલમાં મેળવી લેવાના રહેશે. દરેક મુદ્રણાલય, ફોટોકોપી કરનાર કે રોનીયો કોપી કાઢનાર કે કોમ્પ્યુટર પ્રિન્ટ કાઢનારે ચૂંટણી સાહિત્ય છપાયા પછી એકરારપત્રની નકલ અધિકૃત કરી તથા છાપેલ સાહિત્યની ચાર નકલો જોડાણ-ખમાં અલગ અલગ રીતે બતાવીને જિલ્લા ચૂંટણી અધિકારીને દિન-૩માં મોકલી આપવાની રહેશે. મુદ્રકની પરિભાષા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૭(એ)(૩) મુજબ ગણાવામાં આવશે. પ્રેસ અને પુસ્તક રજીસ્ટ્રેશન અધિનિયમ-૧૮૬૭ અંતર્ગત જિલ્લામાં કોઇ પણ પ્રિન્ટીંગ પ્રેસના માલિક અથવા મુદ્રકનું રજીસ્ટ્રેશન જિલ્લા મેજીસ્ટ્રેટ પાસે કરાવવાનું ફરજીયાત છે. આવા રજીસ્ટ્રેશન કરાવ્યા વગર પ્રેસ ચાલુ કરવું તે આ અધિનિયમ હેઠળ ગુન્હાને પાત્ર ઠરશે.
ઉપર દર્શાવેલ જોગવાઇઓનો ભંગ કરનાર વ્યક્તિ સામે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૭(ક)ની જોગવાઇઓ તથા પ્રેસ રજીસ્ટ્રેશન એકટ-૧૮૬૭ હેઠળ પગલા લેવામાં આવશે. મુદ્રણાલયનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ સૂચનાનો અનાદર કરનાર વ્યક્તિ સામે કાયદાકીય રીતે કાર્યવાહી થઇ શકે છે, અને કાયદા હેઠળ છ માસની જેલની સજા અથવા રૂા. ૨૦૦૦/- દંડની સજા  અથવા બંને સજાઓ થઇ શકે તેવી જોગવાઇ છે.
આવા લખાણોમાં ધર્મ, જાતિ, કોમ કે ભાષાને આગળ ધરી અપીલ કરવી અથવા વિરોધી ઉમેદવારના ચારિત્ર્ય ખંડન જેવી કોઇ ગેરકાનૂની બાબતોનો સમાવેશ કરી શકાશે નહીં. મતદારોને માર્ગદર્શન માટે છપાવવામાં આવતી ઓળખ કાપલીમાં કોઇ ચોકકસ ઉમેદવાર કે પક્ષનો પ્રચાર થાય તેવી કોઇ વિગતો છપાવી શકાશે નહીં. એટલે કે, ઓળખ કાપલી પ્રકાશક, ઉમેદવાર કે પક્ષના નામ છપાવવાના રહેશે નહીં. રાજકીય પક્ષો કે ઉમેદવારોની તરફેણ કે વિરૂદ્ધમાં બહાર પાડવામાં આવતી ચૂંટણીલક્ષી જાહેરાત વર્તમાનપત્રોમાં સંબંધિતોની લેખિત સંમતિ સિવાય પ્રસિદ્ધ કરી શકાશે નહીં. જો આવી કોઇ જાહેરાત ઉમેદવારની સંમતિ કે જાણ બહાર કે જાણબહાર થયેલી હશે તો સંબંધિત પ્રકાશક સામે ભારતીય ફોજદારી ધારાની કલમ ૧૭૧(એચ) હેઠળ પ્રોસીકયુશનની કાર્યવાહી કરવામાં આવશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ સ્તુતિ ચારણ આવશે એમ જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *