જેમાં શિક્ષકો દ્વારા જેતે ધોરણની અધ્યયન નિષ્પત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને સરળતાથી કઈ રીતે શીખવી શકાય તેવાં અવનવા રચનાત્મક ટી.એલ.એમ આવેલ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યાં.
વર્કશોપ નું નિદર્શન કરવાં માટે ભૂતપૂર્વ કલારાણી સી.આર.સી જગદીશભાઈ બારીયા તથા શાળા માં વિકાસનો પાયો નાખનાર ભૂતપૂર્વ આચાર્ય અને સી.આર.સી નગીનભાઈ રાઠવા તથા હાલના સી.આર.સી ઠાકોરભાઈ વણકર તથા સજવા સી.આર.સી હર્ષદભાઈ વરીયા ગૃપ આચાર્ય મેહુલભાઈ જાની તથા ગ્રામજનો, એસ.એમ.સી સભ્યો અને વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ટી.એલ.એમનુ નિદર્શન જોઈ મંત્ર મુગ્ધ થઈ ગયા અને દરેક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન માજી સી.આર.સી પિન્કેશભાઈ રાણા આચાર્ય સુનિલભાઈ તથા સમગ્ર બાંડી સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


