આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અને કલા મહોત્સવ કાર્યક્રમ 05/08/2022 શુક્રવારનાં રોજ
સજવા ક્લસ્ટર નું સજવા ગૃપ શાળા માં અને સાલોજ ક્લસ્ટરનુ બોરધા પ્રાથમિક શાળા ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
બંને ક્લસ્ટર ની તમામ શાળા ઓમા શાળા કક્ષાએ યોજાયેલી સ્પર્ધાઓમાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીઓએ આજરોજ ગૃપ કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.
જેમાં બંને ગૃપોમા ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, કાવ્ય ગીત સ્પર્ધા, સંગીત વાદ્ય સ્પર્ધા જેવી અલગ અલગ સ્પર્ધાઓનું સુંદર આયોજન સી.આર.સી હર્ષદભાઈ વરીયા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
તમામ સ્પર્ધાઓમાં 3 નિર્ણાયકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
સ્પર્ધા ને અંતે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવેલા દરેક વિદ્યાર્થીઓને બંધ કવરમાં રોકડ પુરસ્કારના ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
વિજેતા થયેલા દરેક સ્પર્ધકને શાળાનુ નામ વધારવા બદલ શાળા પરિવાર અને ભાગ લેનાર અન્ય તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આગામી દિવસોમાં તાલુકા કક્ષાએ યોજાનાર કલા મહોત્સવની સ્પર્ધામાં સજવા અને સાલોજ ક્લસ્ટરોના નામ રોશન કરશો તેવાં શુભાશિષ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સમગ્ર સ્પર્ધા માં બાળકોને તંદુરસ્ત ઉર્જા પુરી પાડનાર તથા તમામ પ્રકારે મદદરૂપ થનાર ક્લસ્ટર ની તમામ શાળા ઓ માથી પધારેલા શિક્ષક અને આચાર્ય મિત્રો નો સી.આર.સી હર્ષદભાઈ અને સજવા ગૃપ નાં ગૃપાચાર્ય મેહુલભાઈ તથા સાલોજ ગૃપ નાં ગૃપાચાર્ય વેચાતભાઈ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

