Gujarat

છોટાઉદેપુર જિલ્લાના ત્રણે બેઠકો ઉપર ૬૬.૫૪ ટકા મતદાન : સૌથી વધુ સંખેડામાં ૭૦.૨૨

છોટાઉદેપુર જિલ્લામાં થયેલ મતદાનની ઓછી ટકાવારીને લઈને ભલભલા રાજકીય પંડિતો માથું ખંજવાળતા બન્યા છે લોકોમાં અનેક તર્કવિતર્કો ચાલી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ટ ત્રણે ત્રણ વિધાનસભા બેઠક ઉપર ઓછા મતદાન સાથે મતદાતાઓએ ૧૭ ઉમેદવારોના ભાવિ ઇવીએમ મશીનમાં સીલ કર્યા છે. હાલ તો વહીવટી તંત્ર દ્વારા તમામ ઇ.વી.એમ મશીનોને સરકારી પોલિટેકનિક ખાતેના કાઉન્ટિંગ સ્ટ્રોંગ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની નીગરાણી હેઠળ મૂકવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ટ ત્રણ વિધાનસભા બેઠક છોટાઉદેપુર, પાવીજેતપુર અને સંખેડા બેઠક ઉપર નોંધાયેલ મતદાનની ટકાવારીની દ્રષ્ટિએ સૌથી ઓછું મતદાન છોટાઉદેપુર વિધાનસભા બેઠક ઉપર નોંધાયું છે તો સૌથી વધુ મતદાન સંખેડા વિધાનસભા બેઠક ઉપર નોંધાયું છે. મતદાતાઓએ જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકના ચૂંટણી જંગે ઉતરેલા ૧૭ ઉમેદવારોના ભાવિ ઈ.વી.એમ મશીનમાં પોતાના મત સ્વરૂપે નાખી સીલ કર્યા છે. મતદાતાઓ ગત વિધાનસભાની ચૂંટણી કરતા ૩.૩૦ ટકાનો ઘટાડો નોંધાતા નિષ્ણાતો મુઝવણમાં મુકાયા એ હર્ષ સાથે કે રોપ સાથે મત કર્યો છે અને કોને માથે તાજપોશી કરી તે આગામી સમય બતાવી શકે તેમ છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હોવાથી તેમજ નોંધાયેલ ઓછા મતદાનની ટકાવારીને લઈ લોકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે, અને જિલ્લાના ભલભલા રાજકીય પંડિતો ઓછી મતદાનની ટકાવારીને લઈ માથું ખંજવાળતા થયા છે. ત્યારે બીજી તરફ ચૂંટણી જંગે ઉતરેલ ઉમેદવારોના સમર્થકો કાર્યકરોમાં પોતાના ઉમેદવારને કેટલા મતો મળ્યા હશે તે અંગેની તારીજ કાઢતી ચર્ચાઓ અને પોતાનો ઉમેદવાર જીતશે તેવા દાવાઓ ચોરે અને ચૌટે સાંભળવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લાની ત્રણે ત્રણ વિધાનસભા બેઠક ઉપર મતદાન ટકાવારીની વાત કરીએ તો આ વર્ષે દરેક બેઠક ઉપર મતદાનની ટકાવારી ઘટવા પામી છે, અને સરેરાશ સમગ્ર જિલ્લા ની ટકાવારી પણ ઘટી છે. જો કે ટકાવારી ઘટવાનું આંકલન સરળ નાં હોવાના કારણે કાંઈ પણ કહવું આજનાં તબક્કે ભુલ ભરેલું માની શકાય તેમાં કોઈ બેમત નથી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *