Gujarat

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જીતનગરના લોકોએ પાણીની સમસ્યાને લઈ અનોખો વિરોધ પ્રદર્શન કરી મામલતદારને આવેદન પાઠવ્યું છે

તંત્રને જગાડવા જીત નગરની મહિલાઓ અને પુરૂષોએ માથે પારંપરિક લાલ પાઘડી પહેરી માથે દેગડા મુકી ઢોલ અને થાળી વગાડી હમારી માંગે પુરી કરો…

પાણી આપો પાણી આપો ના સૂત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો માંમલતદાર કચેરી પહોંચ્યા હતા ,

કચેરી પટાંગણમાં તેમને છાજીયા કુટી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો, ગ્રામજનોનું માનીએ તો ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત કામગીરી કરવામાં આવી છે,,

છતાં નાતો નલ સે જલ યોજના નું પાણી મળે છે ના પાણી પુરવઠા યોજનાનું…

ગામમા સામુહિક યોજના નિ ત્રણ ટાંકીઓ આવેલી છે,નર્મદાનું પણ પાણી મળે છે પરંતુ સરપંચ દ્વારા પોતાના મળતીયાઓનેજ પાણી આપવામાં આવે છે,

અને તેઓ પોતાના વાડા ખેતરમાં પિયત કરે છે બીજી તરફ પાણી ની સમસ્યાને લઈ ગ્રામજનો ને અને તેમના બાળકો અને પશુઓને તરસે મારવાનો વારો આવ્યો છે.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220516-152936_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *