Gujarat

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકા પત્રકાર એકતા પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી

  પત્રકાર એકતા પરિષદના  પાવી જેતપુર તાલુકા પ્રમુખ પદે રાજેશ ભાઈ રાઠવા ની સર્વાનુમતે વરણી કરાઈ
પત્રકાર એકતા પરિષદના પ્રદેશ કારોબારી સભ્ય સઈદ સોમરા  ના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા પ્રમુખ સંજય મહેશ્વરી ઝોન પ્રભારી જમીલ પઠાણ  ની ઉપસ્થિતી મા આજરોજ તા. ૨૪/૦૬/૨૦૨૨ ને શુક્રવાર ના રોજ છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં પત્રકાર એકતા પરિષદની રચના કરવા માટે પાવીજેતપુર સર્કીટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ હતી.
 જેમાં પાવી જેતપુર તાલુકા ના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા
     પત્રકાર એકતા પરિષદની રૂપરેખા રજૂ કરતાં પ્રદેશ કારોબારી સભ્ય સઈદ  સોમરા એ જણાવ્યું હતું કે,ગુજરાતના 33 જિલ્લા અને તમામ 252 તાલુકા કારોબારી ધરાવતું રાજ્યનું સૌ પ્રથમ અને એકમાત્ર સંગઠન છે. તાલુકા કે જીલ્લા કક્ષાએ કાર્યરત પત્રકારો સંગઠન સાથે જોડાઈને નાના મોટા મતભેદો ભૂલીને એક થાય તે હેતુથી પત્રકારોનો અવાજ બુલંદ કરવા સંગઠિત થવા આહ્વાન કર્યું હતું.
      હાજર ઉપસ્થિત મહાનુભવોએ સંગઠનમાં જોડાવાથી થતાં ફાયદાઓ અને સંગઠનની તાકાત વિશે વિસ્તારથી સમજૂતી આપી હતી. આજના સમયમાં સંગઠન શક્તિ એ જ સર્વોપરિ છે. જેથી વધુને વધુ પત્રકારો આપણા સંગઠનમાં જોડાય તે માટે પ્રેરિત કર્યા હતા.
    છોટાઉદેપુર જિલ્લા ના પાવી જેતપુર તાલુકાના પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે શ્રી રાજેશ ભાઈ રાઠવા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જેને સૌ કોઈએ હર્ષ અને તાળીઓ સાથે વધાવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ પદે શ્રી ઈમરાન ભાઈ સિન્ધી અને વિનેશ ભાઈ રાઠવા ની નિમણૂંક કરાઈ હતી. જ્યારે મહામંત્રીપદે શેહજાદ દોલતી અને નઈમ ખત્રી મંત્રી તરીકે ફેજાન ખત્રી અને રાજકુમાર રાજપૂત સહમંત્રી તરીકે ઈરફાન મકરાણી અને કાજર બારીયા જ્યારે આઇટી સેલમાં મોઈન મકરાણી ની  નિમણૂંક કરાઈ હતી નવા વરાયેલા તમામ હોદેદારોએ એકમતે પત્રકાર એકતા પરિષદને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220625-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *