જિલ્લા તિજોરી કચેરી, છોટાઉદેપુર ખાતેથી પેન્શન મેળવતા રાજય સરકારના તમામ પેન્શનરોએ આગામી મે અને જૂન માસ દરમિયાન હયાતિની ખરાઇ કરાવી લેવાનું જિલ્લા તિજોરી અધિકારી એન.એસ.ચૌધરી તરફથી જણાવાયું છે.
જિલ્લા તિજોરી અધિકારી, છોટાઉદેપુર તરફથી મળતી વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના રાજય સરકારના તમામ પેન્શનરોએ મે એન જૂન માસમાં જે બેન્કમામંથી પેન્શન મેળવતા હોય તે બેંકમાં રૂબરૂ અથવા વેબસાઇટ www.jeevanpraman.gov.in પર જીવન પ્રમાણ પોર્ટલ દ્વરા ડીજીટલ લાઇફ સર્ટિફિકેટની પદ્ધતિથી ઓનલાઇન હયાતિ કરવાની રહે છે. પેન્શનરોના વાર્ષિક પેન્શન આવક પ્રમાણપત્ર પણ બેંકમાંથી મેળવી લેવાના રહેશે. જે પેન્શનરોની પેન્શનની આવક રૂપિયા પાંચ લાખ કરતા વધુ થતી હોય તો આવકવેરાની કપાતની વિગતો તેમજ રોકાણની માહિતી તિજોરી કચેરીને જણાવાવની રહેશે અન્યથા નિયમ મુજબ આવકવેરાની કપાત કરવામાં આવશે એમ જિલ્લા તિજોરી અધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
