છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા ગામ ના લોકોએ વારંવાર સંખેડા તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને ટીંબા ગામે ગોચરની જમીનમાં દબાણ કરેલ છે તે દૂર કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાંય દબાણ દૂર થયું નથી 2021 માં છોટાઉદેપુર જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત પણ કરી હતી પરંતુ જિલ્લા કલેક્ટરે પણ તે વખતે રજૂઆત ધ્યાને લીધી ન હતી જ્યારે સસ્તા અનાજ સંચાલક ગરીબો ને વડાપ્રધાન અન્ન યોજનનો જથ્થો આપતો નથી જયારે દુકાન નિયમિત ખુલતી પણ નથી તેની રજૂઆત પણ તાલુકા મથકે અને જિલ્લા મથક ગામ લોકોએ કરી હતી પરંતુ અધિકારીઓ મનમાની કરીને સાંભળતા જ નથી શુક્રવારના રોજ જિલ્લા કલેકટરને ગામના ૨૫ જેટલા લોકો રજૂઆત કરવા આવ્યા હતા જેમાં એક યુવાન ભરત ભાઈ વિઠ્ઠલભાઈ તડવી તેવો ઘરેથી જ કેરોસીન લઈને આવ્યા હતા અને કલેકટરની ચેમ્બર ના દરવાજા આગળ જ પોતાના ઉપર કેરોસીન નાખીને સરગવા નો પ્રયાસ કર્યો હતો તે વખતે જિલ્લા કલેકટર ના ડ્રાઇવર તેમજ પોલીસ કર્મચારીઓએ તેને બચાવ્યો હતો જ્યારે ગ્રામજનોનો આક્ષેપ છે કે વખતો વખત રજૂઆત કરવા છતાંય અમારી રજૂઆત સાંભળવામાં આવતી નથી જેને લઇને આત્મવિલોપન નું પગલું ભરવું પડ્યું છે જ્યારે ભાજપના નેતાઓ પણ અમારી રજૂઆત સાંભળતા નથી અને અમારી સમસ્યાનો નિકાલ નહી આવે તો વડાપ્રધાનની સભામાં પણ આત્મવિલોપન કરીશ તેવી ચીમકી ઉચ્ચારી છે છોટાઉદેપુર જિલ્લા કલેકટર ની ઓફિસના દરવાજાની બહાર યુવાને આત્મવિલોપન નો પ્રયાસ કરતા વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો જ્યારે છોટાઉદેપુર પોલીસ તાત્કાલિક કલેક્ટર કચેરી પહોંચી ને તમામને છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે ૨૫ જેટલા લોકોને અટકાયત કરી છે જ્યારે આ ગ્રામજનોએ ચીમકી આપી છે કે અમારી માંગણી નહીં સંતોષવામાં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર આંદોલન પણ કરીશું જ્યારે તેઓના પશુઓને ચરાવવા માટે ગૌચરની જમીન ઉપર દબાણ દૂર કરાતા નથી તે વહેલી તકે દૂર કરવામાં આવે છે હાલ તો જિલ્લા કલેક્ટરે આની ગંભીર નોંધ લીધી છે અને ગોચર જમીન નું દબાણ અને સસ્તા અનાજની દુકાન નો પણ ચેકિંગ હાથ ધરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આદિવાસી સમાજના લોકોનું અનાજનો જથ્થો ચાઉં કરી જનાર સંચાલક સામે પણ કાયદાકીય પગલાં ભરવા માટે ચક્રો ગતિમાન થતાં ખળભળાટ મચી ગયો છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


