ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં તમામ સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તેમજ ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપો ઉભા ન થાય અને જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી હથિયાર પરવાનેદારોને તેમના હથિયાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવાની તાકીદ કરી છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં હથિયાર પરવાનો ધરાવતા પરવાનેદારોએ તેઓના હથિયાર સાથે રાખવા ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ પરવાના હેઠળના તમામ હથિયારો આ જાહેરનામાની તારીખથી ૭ (સાત) દિવસમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા ફરમાન કરવામાં આવ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં રહેતા અને હથિયાર પરવાનો ધરાવતા તમામ હથિયાર પરવાનેદારશ્રીઓ તરફથી પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાં આવે તે માટે જરૂરી પગલા લેવા તેમજ આ પ્રકારે તમામ હથિયાર જમા થઇ ગયા અંગેની જાણ જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરીને કરવાની રહેશે.
આ આદેશ જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર તરફથી ઇસ્યુ કરાયેલ લાયસન્સો સિવાય બીજા પણ દરેક પરવાનેદારો કે જેઓ બીજા કોઇ પણ હથિયાર લાયસન્સ આપનાર સત્તાધિકારી તરફથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે તેમજ આ આદેશ છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં રહેતા અને છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા તમામ હથિયાર પરવાનાધારકોને લાગુ પડશે. હથિયાર ખરીદ વેચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ-વેચાણ આ સમયગાળા દરમિયાન કરશે તો પણ હથિયારની સોંપણી આ જાહેરનામાજાહેરનામાની તારીખથી બે માસ સુધી કે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધી પરવાનાધારકોને કરી શકશે નહીં તેમજ સંબંધિત પોલીસ સ્ટેશનને જે તે પરવાનેદારશ્રીને તેમનું અનામત જમા લીધેલ હથિયાર તા. ૧૦/૧૨/૨૦૨૨ પછી પરત કરવાનું રહેશે. અને તેના કોઇ પણ અલગથી હુકમની જરૂરિયાત રહેશે નહીં. તમામ પરવાનેદારશ્રીઓએ પોતાના પરવાના હેઠળના તમામ હથિયાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશેરહેશે. તે હથિયાર કાર્ટિજ/ દારૂગોળો જમા કરાવવા જરૂરી નથી.
છોટાઉદેપુર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ(બેંક કોર્પોરેશન સહિત) સ્થાનિક સવરાજયની સંસ્થાઓના નામે જે હથિયાર પરવાનો ધરાવતા હોય તથા જે રાજય કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય લેવલની શુંટિગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સન છે તેમને તેમના પરવાનાવાળા હથિયાર જમા કરવામાંથી મુકતિ આપવામાં આવે છે. પરંતુ જે તે વ્યક્તિના વ્યકતિગત નામે ઇસ્યુ થયેલ પરવાનેદાર હથિયાર ધારકોને ઉકત આદૈશમાંથી મુકતિ મળશે નહીં. માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શિયલ બેંકો, એ.ટી.એમ તથા કરન્સી/ ચેકની લેવડદેવડ કરતા હોય તેવા હથિયારધારી સીકયુરીટી ગાર્ડને તેમના હથિયા જમા કરાવવામાંથી મુકતિ આપવામાં આવે છે. આવા સીકયુરીટી ગાર્ડ તેઓ જે તે બેંકમાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સંબંધિત બેંક મેનેજરનું પ્રમાણપત્ર સીકયુરીટી ગાર્ડના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે તેમજ જે તે સંબંધિત બેંકના મેનેજરે આવા સીકયુરીટી ગાર્ડની વિગતવારની માહિતી જાણ જે તે સંબંધિત પોલીસ સ્ટેશનને કરવાની રહેશે. અને સંબંધિત પોલીસ સ્ટેશને આ અંગે નિયમાનુસાર ચકાસણી કરવાની રહેશે.
કેન્દ્ર તેમજ રાજય સરકારના અધિકારી/કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયાર રાખવાની મંજુરી આપેલ છે અને ચૂંટણી ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહીં. જિલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકે ખાસ પરવાનગી આપી હોય તેમને આ હુકમ લાગુ પડશે નહીં. સરકારી નોકરીનું કામકાજ કરતી કોઇ વ્યકતિ તેની ફરજના ભાગરૂપે તેના ઉપરી અધિકારીએ આવું કોઇ પણ હથિયાર લઇ જવાનું ફરમાવ્યું હોય તેવું હથિયાર લઇ જવાની ફરજ હોય તેવા વ્યક્તિને આ આદેશ લાગુ પડશે નહીં.
આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારને તા. ૦૩/૧૧/૨૦૨૨થી તા. ૧૦/૧૨/૨૦૨૨(બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડસંહિતાની કલમ-૧૮૮ મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
