Gujarat

છોટાઉદેપુર જિલ્લાના ૧૦,૯૧૧ ઉમેદવારો બિનસચિવાય  કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા આપશે

આગામી તા. ૨૪મી, એપ્રિલના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની સ્પર્ધાત્મક પરીક્ષા ભાગ-૧ની પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં છોટાઉદેપુર જિલ્લાના ૧૦,૯૧૧ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાના સરળ સંચાલન માટે પરીક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓની બેઠક જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેકટર સુશ્રી. સ્તુતિ ચારણે પરીક્ષા શાંતિમય વાતાવરણ અને કોઇ પણ પ્રકારની ગેરરીતી વગર સંપન્ન થાય એ માટે ઉપયોગી માર્ગદર્શન આપી તેમણે પરીક્ષા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓને તેમની ફરજ ગંભીરતાથી અદા કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત તેમણે પરીક્ષા કેન્દ્રો ખાતે કરવાની થતી સુવિધાઓ બાબતે પણ તેમણે માર્ગદર્શન આપી તમામ સુવિધાઓ સમયમર્યાદામાં પૂર્ણ થાય એ ઇચ્છનીય હોવાનું જણાવ્યું હતું.
બેઠક દરમિયાન ઇન્ચાર્જ શિક્ષણાધિકારીએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પરીક્ષા લગતી બાબતોની ઝીવટપૂર્વક માહિતી આપી હતી. આ ઉપરાંત તકેદારી અધિકારી, મંડળના પ્રતિનિધિ, કેન્દ્ર સંચાલક અને ઇન્વીજીલેટરની કામગીરી અને ફરજો અંગે પણ વિગતે સમજ આપી હતી.
બેઠકમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે.બારીઆ, પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, પ્રાંત અધિકારી ઉમેશ શાહ, તકેદારી અધિકારીઓ, મંડળના પ્રતિનિધિઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *