Gujarat

છોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર એવી છોટાઉદેપુર નગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી .

જિલ્લાની એકમાત્ર એવી છોટાઉદેપુર નગરપાલિકા ની આજે પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી, જોકે સભામાં 28 પૈકી માત્ર કોરમ પૂરતા 12 સભ્યો હાજર રહ્યા હતા, સભામાં નગરના વિકાસના કામોના ટેન્ડર ખોલવા સહિત 15 મા નાણાંપંચ અને મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ફળવાયેલ  ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, સભામાં નગરના પ્રત્યેક વોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવા અને વારીગૃહની આંબાવાડી ની હરાજી કરવા અંગેનો ઠરાવ પસાર કરાયો ,સાથે હાલની કાળઝાળ ગરમી ને ધ્યાને લઇ મૂંગા પશુઓને પીવાના પાણીના નગરના ચાર ખૂણે ચાર હવાડા બનાવવા અંગેનો પણ નિર્ણય લેવાયો,ઉપરાંત એક મોક્ષરથ અને એક શબ વાહીની તેમજ પાલિકા પ્રમુખની જૂની સ્કોર્પિયો ની હરાજી કરી નવી ખરીદ કરવા અને પણ ઠરાવવામાં આવ્યું હતું,તેમજ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં લાગતી આગ ની ઘટનાઓ સમયે આવતા ફાયર કોલ બાદ આગની ઘટનામાં જેનું બધુજ બળીને ખાખ થઈ ગયું હોય અને તેની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા વ્યક્તિ ને સંબંધિત અધિકારીના અભિપ્રાય બાદ તેઓને ફાયર કોલ ચાર્જીસ માંથી મુક્તિ આપવા અને એ સિવાય આવી કુદરતી આફતનો ભોગ બનેલા વ્યક્તિ પાસે રહેણાંક માટે રૂપિયા 1500 થી ઘટાડી 1000/- અને કોમર્શિયલ માટે 2000/- ચાર્જ વસુલવાનું ઠરાવવા આવ્યું છે,ઉપરાંત મેડિકલ ઇમરજન્સી સેવા એવી એમ્બ્યુલન્સ ના ભાડામાં પત્રોલ ડીઝલના ભાવ વધારાને ધ્યાને લઇ પ્રતિ કિલોમીટર એક રૂપિયાનો વધારો કરી 11 રૂપિયા /કિલોમીટર કરવામા આવ્યું છે.નગર અને ગ્રામ્ય વિસ્તારના સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ  માટે નગરની લાયબ્રેરી ને અધ્યતન કરી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220507-WA0044.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *