નસવાડી તાલુકાના ના લિન્ડા ગામે વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ચાલતી ગુજરાત સ્ટેટ ટ્રાયબલ વિભાગ ગાંધીનગર સંચાલિત છોટાઉદેપુર જિલ્લામા કુલ ૨૧ સ્કૂલો ચાલે છે. જેમાં આદિજાતિના બાળકોને ધોરણ 6 થી 12 નું શિક્ષણ અને રહેવા જમવા માટે સંપૂર્ણ સુવિધા કેંદ્રસરકાર તરફથી વિનામૂલ્ય આપવામાં આવે છે.
જે આદિજાતિના બાળકોમાટે આશીર્વાદરૂપ છે
નસવાડી તાલુકાના લિંડા ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલ તેમજ ગર્લ્સ રેસીડેન્સી સ્કૂલ માં 80 જેટલા શિક્ષકો ફરજ બજાવે છે તેવાની પગાર વધારાની માગણી વર્ષોથી સંતોષાતી નથી અને કોરોના કાળમાં તેવોનો પગાર કાપી લેવામાં આવ્યો હતો જેને લઇને શિક્ષકોએ અવારનવાર પ્રાયોજના કચેરીએ રજૂઆત કરી હતી પરંતુ તેઓની રજુઆત પ્રાયોજના ના અધિકારીઓ સાંભળતા નથી નસવાડી તાલુકા ના લિંડા ખાતે આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલ અને ગર્લ્સ રેસીડન્સી સ્કુલ ના શિક્ષકો હડતાલ ઉપર ઉતરી જતા હાલ ધોરણ 6 થી 11 સુધીના બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં 1800 જેટલા બાળકો છે તેવા સમયે શિક્ષકો હડતાલ ઉપર જતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે પ્રાયોજના વહીવટ દ્વારે ગર્લ્સ રેસીડેન્સી સ્કૂલ માં ફરજ બજાવતા વોર્ડનો ને બાળકોની પરીક્ષા લેવા માટે ફરજ ઉપર મોકલ્યા હતા બાળકોના ભવિષ્ય સાથે હાલ તો તંત્ર અને શિક્ષકોની લડાઈમાં બાળકો ની પરીક્ષાની કામગીરીમાં તકલીફો આવી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર