Gujarat

છોટાઉદેપુર જિલ્લાની ત્રણે બેઠકોના ઉમેદવારો જાહેર કરવામાં ભાજપા-કોંગ્રેસ વચ્ચે પહેલે આપ પહેલે આપ

જિહ્માની ત્રણ બેઠકો માટે કોંગ્રેસ તેમજ ભાજપા રાજકીય મુખ્ય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવાની રણનીતિમાં પહેલે આપ… પહેલે આપ…… • હોવાનું ચર્ચા રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં ગરમાવો ભર શિયાળે જોવા મળી રહ્યો છે. જોકે ભાજપા અને કોંગ્રેસ નાં ટિકિટ ઇચ્છુકો તેઓના રાજકીય ગોડ ફાધરો ની બેઠકો તેમજ નિવાસસ્થાને તેઓની કસરત વધવા પામી છે. એક તરફ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ૧૮૨ વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો માટે ભાજપા અને કોંગ્રેસ દ્વારા પોતાના
ઉમેદવારો જાહેર કરવાની વાતમાં પહેલે આપ… પહેલે આપ….જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતારાની જાહેરાત કરાવી સાથે રાજકીય ગરમાવો ભરશિયાળે જોવા મળી રહ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ૧૮૨ વિધાનસભાની બેઠકો માટે બે તબક્કામાં મતદાન તેમજ મત ગણતરીની સાથે સાથે આદર્શ આચારસંહિતાનું પાલન થાય તેની માર્ગદર્શિકા સાથે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ વખતે કરવામાં આવેલી નોંધોને આધાર બનાવીએ ત્યારે હાલના તબક્કે
ત્રિપાખીયો જંગ મુખ્યત્વે જોવા મળે તેવી પરિસ્થિતિ હાલના તબક્કે જોવા મળી રહી છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકોની વાત કરીએ તો કોંગ્રેસ તેમજ ભાજપા રાજકીય મુખ્ય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવાની રણનીતિમાં પહેલે આપ પહેલે આપ હોવાનું ચર્ચા રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની ત્રણને બેઠકો ઉપર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે ત્યારે હાલ છોટાઉદેપુર જિલ્લાના રાજકારણમાં ગરમાવો ભર શિયાળે જોવા મળી રહ્યો છે. જોકે ભાજપા અને કોંગ્રેસ રાજ્યની ચૂંટણીમાં રાજકીય પંડિતો દ્વારાનાં ટિકિટ ઇચ્છુકો તેઓના રાજકીય ગોડ ફાધરોની બેઠકો તેમજ નિવાસસ્થાને તેઓની કસરત વધવા પામી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *