છોટાઉદેપુર જિલ્લામાં બીજા તબક્કામાં મતદાન યોજાનાર છે ત 5 તારીખે જિલ્લાની ત્રણેય બેઠક માટે મતદારો પોતાનો મતાઅધિકારીનો ઉપયોગ કકરશે જયારે ચૂંટણીને લઈ ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવમા આવી છે સંખેડા વિધાનસભા બેઠક પર આવેલ 385 બુથમાંથી 88 બુથને બુથને સંવેદનશીલ બુથ જાહેર કરવામાં આવ્યા છે તેમજ અતિ સંવેદનશીલ કેટેગરીમાં એક પણ બુથ ન હોવાનું જાણવા મળ્યું છે જયારે સંવેદનશીલ બુથમાં વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ સહિત સ્થાનિક પોલીસ દ્વારા સામાન્ય બુથ કરતાં વધુ પોલીસ જવાનો તેમજ ફોર્સના જવાનો તૈનાત કરવામા આવ્યા છે જયારે કાલે સવારના સમયે બોડેલી ના કોલેજ ગ્રાઉન્ડ ખાતેથી મતદાન મથક પર ઈવીએમ મશીન લઈ જવાની કામગીરી હાથ ધરાઈ હતી બોડેલી પોલીસ દ્વારા બંદોબસ્તના પોલીસ જવાનો સહિત ફોસના જવાનોને રૂટ પર મોકલવાની તેજવીજ હાથ ધરવામાં આવી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
