રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામા દર્દીઓની સારવાર માટે જિલ્લા મથક ઉપર આવેલ જનરલ હોસ્પિટલ ખાતે સંપૂર્ણ સુવિધા સભર બીલ્ડીંગ, સાધનો, વેન્ટીલેટર, ઓક્સિજન પ્લાન્ટ સહિત સુવિધાઓ કાર્યરત છે, પરંતુ હોસ્પિટલમાં મહત્વના તબીબોની જગ્યા જ ખાલી છે. કોરોના સામે લડવા સૌથી જરૂરી એવા ફિજીશિયન ડૉકટર સહિત ગાયનેકોલોજિસ્ટ, ઓર્થોપેડિક, એનેસ્થેટીક મહત્વના ડોક્ટરો જ નથી. બાળકોના ડૉકટર સી.એમ. સેતુ હેઠળ મર્યાદિત સમય માટે આવે છે તો આઠ મેડિકલ ઓફિસર સામે માત્ર બે જ જગ્યા ભરેલી છે તો અન્ય બે મેડિકલ ઓફિસરો ને ડેપ્યુટેશન ઉપર મૂકાયા છે. આમ જો કોરોનાની સ્થિતિ વણસે તો જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં સુવિધા હોવા છતાં ડોક્ટરો ના અભાવે દર્દીઓને કેવી રીતે સારવાર મળશે તેની ચિંતા સ્થાનિકોને સતાવી રહી છે. અગાઉ પણ કોરોના કાળ દરમિયાન જ્યારે અન્ય દવાખાનાઓમાં વેન્ટિલેટર ખાલી મળતા ન હતા તે સમયે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફિજીશિયન ડોકટરના અભાવે 20 જેટલા વેન્ટિલેટર મશીનો ધૂળ ખાઈ રહ્યા હતા. અને હવે ફરી કોરોનાનો ભય સતાવી રહ્યો છે તેવામાં ફરી એકવાર છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને ચિંતિત બન્યા છે અને વહેલી તકે ડૉકટરો ની જગ્યા ભરાય તેવી માંગ કરી રહ્યા છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
