છોટાઉદેપુર જિલ્લામાં કામ કરતા જનસેવા કેન્દ્રના આઉટસોર્સના કર્મચારીઓ ના દિવાળી પહેલાથી પગાર નહીં થતા કર્મચારીઓમાં રોષ ભભૂકી રહ્યો છે, ત્યારે ટૂંક સમયમાં જનસેવા કેન્દ્ર ઉપર તાળા મારી દેવાની ચર્ચાઓ ચાલી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં જનસેવા કેન્દ્ર ઉપર કામ કરતા આઉટસોર્સના કર્મચારીઓ માટે વલખા મારી રહ્યા છે, ત્રણ માસથી તેઓને પગાર નહીં ચૂકવાતા તેઓની દિવાળી બગડી છે. તો આર્થિક હાલત ફોડી થવા પામી છે. પ્રજાને દસ્તાવેજી કરણ માટે ઉપયોગી પ્રમાણપત્રો, દાખલાઓ તેમજ ખેતી વિષયક નકલો કાઢી આપવાની સેવા કરનાર કર્મચારીઓને પગાર ત્રણ માસથી પગાર નહીં ચુકવાતા તેઓ ખૂબ જ આર્થિક સકળામણ અનુભવી રહ્યા છે. તો નજીવા વેતનમાં સેવા આપનારા કર્મચારીઓને ટેકનિકલ કારણોસર પગાર ગુંચવાયો છે, અને જેની અસર તેઓના જીવન ઉપર પડવા પામી છે. આ સાથે વધુ મળેલી વિગતો મુજબ આધારકાર્ડની કામગીરી કરનારા કર્મચારીઓ ના તો દોઢ વર્ષ જેટલા સમયગાળાનો પગાર નહીં ચૂકવાયો હોવાનું જાણવા મળી આવેલ છે. અને હાલ ડોક્યુમેન્ટ એરરના કારણોસર આધાર કાર્ડની કામગીરી બંધ હાલતમાં છે. ત્યારે અરજદારો જનસેવા કેન્દ્ર ઉપર આવી ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. કર્મચારીઓમાં પગાર નહીં મળતા કચવાટ થઈ રહ્યો છે તો અંદરો અંદર ચર્ચા ચાલી રહી છેકે જનસેવા કેન્દ્રની કામગીરી બંધ કરી જનસેવા કેન્દ્રને તાળા મારી દઈએ પરંતુ હાલ હજી ધીરજ ધરી રહ્યા હોવાનું જાણવા મળી આવેલ છે.અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે જ્યારે કર્મચારીઓ ખંત અને વફાદારીથી સેવા આપતા હોય તો તેઓને તેઓનું વળતર પણ સમયસર મળવો જ જોઈએતો જ આવા કર્મચારીઓને પ્રોત્સાહન બળ મળી રહે તેમ છે. ત્યારે સંબંધીતો દ્વારા કર્મચારીઓની થયેલી કફોડી હાલત અંગે ગંભીર નોંધ ટાંચી સત્વરે તેઓની આર્થિક સંકળામણ દૂર થાય તે માટેના સધન પ્રયત્નો હાથ ધરવા જોઈએ તે ખૂબ જ જરૂરી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
