Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં આકાશી આફત બાદ એક પછી એક ભારે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. રોડ રસ્તા ની સાથે જિલ્લામાં ખેતીમાં પણ મોટું નુકસાન થયુ છે.

છોટાઉદેપુર જિલ્લામાં ગત 10મી જુલાઈએ મેઘ કહેર વરસી હતી, ભારે વરસાદના પગલે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બોડેલી તાલુકામાં 10 મી જુલાઈ ના રોજ ચોવીસ કલાકમાં જ 22 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી જતા ભારે તારાજી સર્જાઈ છે, રોડ રસ્તા, નાળા ,પુલ નું ધોવાણ અને ઘરોમાં પાણી ઘુસી જવાની સાથે ખેતરો પણ જળબમ્બાકાર થયા હતા,ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ખેતરોમાં નદીન કે તળાવ હોય તેવી સ્થતી નું નિર્માણ થયું અને ખેડૂતોના કપાસ, તુવેર, કેળ સહિતના પાકોમાં મોટું નુકસાન થયું છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ ની ટીમ ગ્રાઉન્ડ ઝીરો ઉપર  બોડેલીના પાણેજ ગામે પહોંચી હતી,ઉચ્છ નદીના કિનારે વસેલુ બોડેલીનું પાણેજ ગામ આખું પાણીમાં ગરકાવ થયુ હતું, ગામ આખામાં આમ ઘરો પાણીમાં ડૂબી જતાં ઘર વખરી, અનાજ સહિતની તમામ ચીજ વસ્તુઓ નષ્ટ થઈ ગઈ હતી ,પશુપાલકોના પશુઓ તણાઈ ગયા , લોકોને SDRF ની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા, પૂરગ્રસ્ત એવા પાણેજ ગામની રાજ્ય કક્ષાના મંત્રીએ મુલાકાત લઈ લોકોને સહાયની હૈયા ધારણ આપી હતી,ત્યારે પાણેજ ગામના 250 ખેડૂત ખાતેદારો કે જેમની એક હજાર કરતા વધુ એકર જમીનમાં તેઓ ખેતી કરે છે એ તમામ ખેતરોમાં કરેલ પાક નદીના પ્રવાહ સાથે તણાઈ ગયું, અને ખેતરોમાં  નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતા ખેતરોમાં ક્યાંક ઊંડા ખાડા પડી ગયા તો અનેક ખેતરોમાં 5 ફૂટ જેટલા રેતીના થર જામી ગયા, ઉભો પાક તો તણાઈ જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો પરંતુ ફળદ્રુપ જમીનમાં ક્યાંક ઊંડા ખાડા તો ક્યાંક રેતીના થર જામી જતા હવે જમીન ખેતી લાયક પણ રહી નથી તેવામાં ખેડૂતો જમીન સમતલ કરવા અને રેતી હટાવવા મદદરૂપ બનવાની સાથે જગતના તાત ને બેઠો કરવા માટે સરકાર પાસે સહાય ની દાદ માંગી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220717-183914_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *