Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં આરોગ્ય શાખા જિલ્લા પચાયત દ્વારા ૧૫ થી ૧૮ વર્ષ ના બાળકોના રસીકરણનો આરંભ

સમગ્ર વિશ્વમાં કોરાના વાયરસની ત્રીજી લહેર હાહાકાર મચાવ્યો છે તેમાં  નવા વેરીયન્ટ ઓમીકોનનો ખતરો વધતો જાય છે ત્યારે ભારત પણ બાકાત રહ્યું નથી. આ ખતરાથી બચવા કેન્દ્ર સરકારશ્રી દ્વારા ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને પણ કોરોનની રસી આપવાના કરાવેલ નિર્ણયના પગલે આગામી ૦૩/૦૧/૨૦૨૨ થી ૦૭/૦૧/૨૦૨૨ સુધી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને આરોગ્ય શાખા, છોટાઉદેપુર દ્વારા રસીકરણ કરવામાં આવનાર છે.
જિલ્લાની કોઇપણ શાળા બાકી રહી ન જાય તેનું ખાંસ ધ્યાન રાખવામાં આવશે. જિલ્લામાં માધ્યમીક વિભાગ, ઉચ્ચતર માધ્યમીક વિભાગ, કેન્દ્રીય વિદ્યાલય, કસ્તુરબા આશ્રમ, આશ્રમ શાળા આઇ.ટી.આઇ. પોલીટેકનીક, ચિલ્ડ્રન હોમ, વિગેરે સમસ્યાઓના બાળકોને આવરી લેવામાં આવશે
છોટાઉદેપુર જિલ્લામાં અંદાજીત કુલ ૩૬,૧૬૩ વિદ્યાર્થીઓને રસીકરણ દ્વારા આવરી લેવામાં આવશે તેમજ શાળાએ ન જતા બાળકોને પણ રસીકરણથી રક્ષીત કરવામાં આવશે.
તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *