ગત 10 મી જૂલાઈએ છોટાઉદેપુર જિલ્લામાં થયેલા સાર્વત્રિક થયેલા ભારે વરસાદને લઈ અનેક રોડ રસ્તા અને નાળા ધોવાયા હતા,ત્યારે બોડેલી તાલુકાના ચલામલી થી કવાંટના પાનવડ ને જોડતો સ્ટેટ આર એન્ડ.બી. વિભાગ હસ્તકના રોડ ઉપર પાવીજેતપુર તાલુકાના મોરા ડુંગરી ગામ પાસેનું વર્ષો જૂનું આખે આખું પાઈપ નાળુ ધોવાઈ ગયું. હાલ આ નાળાનું નામો નિશાન બચ્યું નથી તેવામાં છેલ્લા એક સપ્તાહથી બંધ પાવીજેતપુર -બોડેલીના ગામોને કવાંટ અને છોટાઉદેપુર તાલુકાના ચલામલી, ટીમરવા, રૂંધિ, મોરાડુંગરી, બગલીયા, લાલપુર, મુગલાવાંટ, ખેરકા, ખાટિયાવાંટ સહિતના અનેક ગામોને જોડતા તમામ ગામોના લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. જોકે વરસાદે વિરામ લેતા હાલ તંત્ર દ્વારા હંગામી ધોરણે નાળુ બનાવી રસ્તો શરૂ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જોકે હંગામી બનાવવામાં આવતું નાળુ ફરી વરસાદ આવે ત્યારે ધોવાય જાય તેવી શક્યતા ને લઈ અહીં પાકો સ્લેબ ડ્રેન અથવા નાનો પુલ બનાવવામાં આવે તે જરૂરી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

