જૂની પેંશન યોજના લાગુ કરવાની માંગ નો મુદ્દો હવે ફરી ઉઠ્યો છે, રાજ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર આજે રાજ્ય વ્યાપી આંદોલનની શરૂઆત થઈ છે, જેમાં હાલ પ્રાથમિક ધોરણે ગાંધીચીંધ્યા માર્ગે પોતાની માંગ ને લઈ વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરવામાં આવી છે,આજે છોટાઉદેપુર જિલ્લાના દસ હજારથી વધુ કર્મીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવવાના છે,પંચાયત હસ્તકના તમામ શિક્ષકો,તલાટીઓ સહિતના તમામ અન્ય કર્મીઓ જોડાયા આ આંદોલન મા જોડાયા છે ,જિલ્લા પંચાયત કચેરી અને જિલ્લા સેવા સદન કચેરી ના પટાંગણમાં પોતાની ફરજ ઉપર જતા પૂર્વે કર્મીઓએ કાળી પટ્ટી સાથેનો એક ફોટો સેશન પણ કર્યો હતો,ત્યારે વર્ષ 2005 થઈ બંધ કરવામાં આવેલી
જૂની પેંશન યોજના પુનઃ લાગુ કરવાની માંગને લઈ શરૂ કરવામાં આવેલ આ આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર બને તેમ લાગી રહ્યું છે, કર્મીઓનું કહેવું છે કે અન્ય રાજ્યોમાં જો જૂની પેંશન યોજના લાગુ કરવામા આવતી હોય તો ગુજરાતમાં કેમ નહીં..?
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


