Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત મતદાન  કરનાર યુવા મતદારોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાયા   

છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના બીજા તબકકાના મતદાન દરમિયાન જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
 છોટાઉદેપુર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી સ્તુતિ ચારણના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન થાય એ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લામાં નોંધાયેલા પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો વધુમાં વધુ મતદાન કરે એ માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે અપીલ પણ કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *