Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં યોજાનાર આદિવાસી એકતા મહાસંમેલન બાબતે – રાયસિંગપુરા અને વરદી ગામે રાત્રી બેઠક યોજાઇ .

છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ નજીક ના હમીરપુરા પાસે યોજાનાર આદિવાસી એકતા પરિષદ નાં ૩૦ મા સાંસ્કૃતિક એકતા મહાસંમેલન બાબતે લોકોમાં જાગૃતતા લાવવા નાં હેતુ થી આજે છોટાઉદેપુર નાં રાયસિંગપુરા તથા વરદી ગામે રાત્રી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં   ડો. જીતેન્દ્ર રાઠવા ઓર્થોપેડીક સર્જન, ગોપાલભાઈ રાઠવા, જીતેન્દ્ર રાઠવા ભોરદા તથા પારસિંગભાઈ રાઠવા સરપંચ ધંધોડા, રમેશ ભાઈ રાઠવા, મુકેશભાઈ રાઠવા ધનપરી , શિવમ્ રાઠવા સહિત નાં સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સામાજિક કાર્યકર વાલસિંહભાઈ રાઠવા દ્વારા ૧૩/૧૪/૧૫ જાન્યુઆરી ૨૦૨૩ માં યોજાનાર આદિવાસી એકતા પરિષદ નાં સાંસ્કૃતિક એકતા મહાસંમેલન સૌનાં સહકાર થી સંપૂર્ણ રીતે સફળ બનાવીએ અને તે માટે કરવા ના થતા આયોજન માં સૌનું યોગદાન રહે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી તેમજ આદિવાસી એકતા પરિષદ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
યોજાયેલ રાત્રી બેઠક માં વિસ્તારના સ્થાનિક કાર્યકરો ચેતનભાઈ રાઠવા,રાજેશભાઈ રાઠવા, ઈશ્વરભાઈ રાઠવા, વરદી ગામ નાં પૂજારા નરસીભાઈ તેમજ રાયસિંગપુરા ગ્રામ પંચાયત નાં સરપંચ વિક્રમભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221103-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *