Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં ૨૧ મતદાન  મથકોનું મહિલા દ્વારા સંચાલન કરવામાં આવ્યું   

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર અવસર લોકશાહીનો અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા છોટાઉદેપુર જીલ્લામાં ૨૧ સખી બુથો તૈયાર કરવામાં આવ્યા હતા. પીક કલરથી સજજ આ સખી બુથોનું મહિલાઓ દ્વારા સુચારૂ સંચાલન કરવામાં આવ્યું હતું.
 છોટાઉદેપુર જીલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારમાં ૨૧ સખી બુથો તૈયાર કરવામાં આવ્યા હતા. આ ૨૧ સખી બુથોની ખાસ વિશેષતા એ છે કે, આ બુથોનું સંચાલન કરનાર સમગ્ર સ્ટાફ મહિલાઓનો જ હતો. પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર સહિતનો સ્ટાફમાં મહિલાઓની જ નિયુકતિ કરવામાં આવી હતી.
 છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો માટે યોજાયેલા મતદાન દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે જિલ્લામાં સવારથી જ મતદારો મતદાન મથકે પહોંચી ગયા હતા.
 સખી બુથોના સફળ સંચાલન કરવા બદલ આ બુથો પર ફરજ બજાવનાર મહિલાકર્મીઓને ચોતરફથી પ્રસંશા પ્રાપ્ત થઇ રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *