Gujarat

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા

છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસના દિગગજો ભાજપમાં જોડાતા જિલ્લા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ સર્જાયો,,
છોટા ઉદેપુર જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉમેશ શાહ અને પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ યશપાલ ઠાકોર કોંગ્રેસ છોડીને આજ રોજ ગાંધીનગર કમલમ ખાતે  કેસરિયો ધારણ કરી ભાજપમાં જોડાયા છે, અને જેઓની સાથે જિલ્લાના સામાજિક આગેવાન પણ ભાજપમાં જોડાયા છે,, જેને લઇ જિલ્લાનો રાજકારણ ગરમાયો છે,  થોડા દિવસો અગાઉ  ઉમેશ શાહના નાના ભાઇના પત્ની નયના શાહને ભાજપના મેન્ડેટ ઉપર ગુજકોમાસોલમાં ડિરેક્ટર પણ બનાવાયા હતા, તેમજ યશપાલ ઠાકોરની કોંગ્રેસમાં સતત અવગણના થતી હોવાની વાતને લઈને ભાજપમાં જોડયા હોવાની ચર્ચાઓ તેજ બની છે,
આજે ગાંધીનગર કમલમ ખાતે બન્ને જિલ્લાના કોંગ્રેસી દિગગજો ભાજપનો ખેસ ધારણ કર્યો છે,અને સાથે સાથે અન્ય આગેવાનો પણ ભાજપમાં જોડાતા છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ ખુબજ મજબૂત બની છે,
   છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થતા કોંગ્રેસમાં મોટાપાયે નુકશાન થવાની સંભાવના વધી છે,,
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220705-WA0088.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *