નસવાડી તાલુકા નું નાની ઝડુલી અને મોટી ઝડુલી ગામ વચ્ચે થી મેણ નદી પસાર થાય છે . મેણ નદી માં થઈ આ બંને ગામ ના લોકો વર્ષો થી પસાર થાય છે . પણ ચોમાસા માં આ રસ્તે થી પસાર થવું ખૂબ કઠિન હોઈ છે . કારણ ચોમાસા ના સમયે આ નદી માં પાણી આવે તો બંને ગામ નો સંપર્ક તુટી જાય છે . સાથો સાથ આ એજ પાણી માં રસ્તો છે કે ગામલોકો ને કવાંટ કે છોટાઉદેપુર ના મુખ્ય મથકે જવું હોઈ તો પણ આજ રસ્તા નો ગામલોકો ને ઉપયોગ કરવો પડે છે . નાની ઝડુલી ગામ નસવાડી તાલુકા માં આવેલ છે તો મોટી ઝડુલી ગામ કવાંટ તાલુકા નું ગામ છે બે તાલુકા ની સરહદો ને લઈ કદાચ આ વિસ્તાર નો વિકાસ ખોરંભે પડ્યો હોય તેમ પણ લાગી રહ્યું છે .
લોકો ગમે તેમ કરી ને આ રસ્તાનો વર્ષો થી ઉપયોગ કરે છે . પણ નાના ભૂલકા ઓ નો શું વાંક .સૌ ભણે સૌવ આગળ વધે તે સરકાર નું સુત્ર છે . પણ શું આ રીતે ભણશે દેશ નું ભાવિ . વર્ષો પહેલા આદિવાસી સમાજ ના બાળકો પોતાના બાળકો ભણાવતા ન હતા આજે શિક્ષણ માટે જાગૃતિ આવી છે ત્યારે બાળકો ને ભણવવા માટે યોગ્ય વસ્વસ્થા નો અભાવ છે . આમ છતાં પોતાનું બાળક ભણતર થી વંચિત ન રહે તે માટે જીવ નું જોખમ પણ ખેડાવી રહ્યા છે
શાળા ના આચાર્ય અને વાલી ઓ બાળકો સહી સલામત સ્કૂલે આવે અને સલામત ઘરે પહોંચે તેવી ચિતા કરી રહ્યા છે જેને લઇ આ નદી પર પુલ બને તો આ સમસ્યા દૂર થાય તેવી માંગ કરી રહ્યા છે .
શુક્ર વાર ના રોજ કવાંટ તાલુકા માં ભારે વરસાદ થતા મેણ નદી માં અચાનક પાણી નો પ્રવાહ વધી ગયો એજ સમયે બાળકો પાણી માંથી પસાર થઇ રહ્યા હતા બાળકો નું સદનસીબ ગણો બાળકો એ પાણી માં દોટ લગાવી અને કિનારા સુધી પહોંચી ગયા હતા . જોકે ચોમાસા ના સમયે રોજ વાલી ઓ બાળકો ને સ્કૂલે મૂકવા અને લેવા આવતા હોય છે .પરંતુ અચાનક નદી માં ઉપરવાસ માંથી જે પાણી આવ્યું તેનો વાલી ઓ ને જરા પણ અંદેશો ન હતો અને બાળકો જીવ નું જોખમ કરી બહાર નીકળ્યા હતા તે વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ બાબતે નસવાડી ના પૂર્વધારા સભ્ય પણ લોકો ને પડી રહેલ હાલાકી ને લઈ ચિતા વ્યકત કરી રહ્યા છે .સાથે એ પણ જણાવી રહ્યા છે કે સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરી રહી છે તે સારી વાત છે પણ સાથો સાથે આ વિસ્તાર ના લોકો ની ચિતા કરે તે જરૂરી છે તેમ જણાવ્ય
ગુજરાત ના છેવાડા ના વિસ્તાર માં રહેતા આદિવાસી સમાજ ના લોકો માં અને બાળકો જ્યારે ભણતર ની ભૂખ જાગી છે ત્યારે સરકારે પણ અંતરિયાળ વિસ્તાર ના લોકો ની ચિતા કરે .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

