Gujarat

છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસી ખેતમજૂરો  ને ખાનગી બસ માં ઘેટાં બકરાં માફક ખીચોખીચ ભરી કાઠીયાવાડ જતા ફોટા સોસીયલ મીડિયા માં ફરતા થયા છે એસ.ટી તંત્ર બસો  વધારે તેવી માંગ ઉઠી છે.

છોટાઉદેપુર જિલ્લામાં મોટા ઉધોગ કે મોટી જી.આઈ. ડી.સી ન હોવાથી સ્થાનિક લોકો ખેતી પર નિર્ભર રહે છે અને ખેત માં પૂરતું કામ ન મળતા છોટાઉદેપુર જિલ્લા ના આદિવાસી ખેત મજૂરો પોતાનું વતન છોડી રોજગાર માટે કાઠિયાવાડ તરફ જાય છે અને ભણતર માટે બાળકો ને વતન ગામમાં મૂકી જાય છે જ્યારે અમુક આદિવાસી ખેત મજુરો બાળકો પોતાની સાથે લઈ જાય છે અને દર વર્ષ  ખેતી નું  સ્થળ બદલાઈ તો બાળક ભણતર થી વંચિત રહી જાય છે હાલમાં આદિવાસી ખેત મજુરો કાઠિયાવાડ ખેતી માટે જવાનું ચાલુ થઈ ગયા છે અને  કાઠિયાવાડ જવા માટે  એસ.ટી બસો પણ ચાલે છે પરંતુ આદિવાસી ખેત મજૂરો એટલી મોટી સંખ્યા હોય છે કે એસ.ટી બસો ઓછી પડે છે જેને લઈ આદિવાસી ખેત મજૂરો ખાનગી બસમાં મુસાફરી કરવી પડે છે અને ખાનગી બસો માં આદિવાસી ખેત મજૂરો  ઘેટાં બકરાં માફક ભરી દેવા આવે છે અંદર ઉભું રહેવાની જગ્યા હોતી નથી આવા જ ફોટા હાલ સોસીયલ મીડિયા માં ફરતા થયા છે જેમાં ખાનગી બસમાં ખીચોખીચ આદિવાસી ખેત મજૂરો ભરી દીધા છે જેથી એસ.ટી તંત્ર કાઠિયાવાડ ના એસ.ટી બસ  નવા રૂટ ચાલે કરે જેથી ખેત મજૂરો લાંબી મુસાફરી માં રાહત થયા .
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221022-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *