આ શાળા એ school of excellence વાળી શાળા છે. આખા જિલ્લા માં કુલ 60 શાળા school of excellence માં લેવામાં આવી છે જે પૈયકી આજ રોજ આ શાળા ની મુલાકાત લેવામાં આવી. આ મુલાકાત નો મુખ્ય હેતુ એ હતો કે આ શાળા school of excellence મા સામેલ થવા માટે અત્યાર સુધી કેવા પ્રયત્ન કર્યા છે? અને શાળા નું શિક્ષણ કાર્ય કેવું છે? શિક્ષકો બાળકો ને કેવી રીતે ભણાવે છે. તાલીમ નો ઉપયોગ કરે છે કે નહિ . આ બધી બાબતો રૂબરૂ વર્ગખંડ મા જઈને ચેક જિલ્લા પંચયાત પ્રમુખ મલકા બેન પટેલ તેમજ છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અઘિકારી ઇમરાન ભાઈ સોની દ્વારા કરવામાં આવી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ dpeo,brc,Tdo સંખેડા પણ આ કામગીરી માં જોડાયા હતા , અને ખરેખર આ બંને શાળા માં ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે તેવું જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ દ્વારા જણાવેલ હતું , અને શાળા માં g-shala એપનો ખુબજ સારો ઉપયોગ થઈ રહ્યો છે. તમામ શિક્ષકો વિવિધ સાધન નો ઉપયોગ વર્ગ ખડમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે કરે છે. પ્રાર્થના સભા માં સંગીત ના વિવિધ સાધનો સાથે પ્રાર્થના કરવા માં આવે છે. આ બંને શાળા 6 મહિના પહેલા gsqac રેટિંગ માં 50% થી નીચે હતી એના બદલે હવે 6 મહિના પછે આ બંને શાળા નું rating 80% થી ઉપર થયું છે અને આ શાળા ગ્રીન ઝોન માં પોહચી ગઈ છે ,જે ખૂબ જ નોંધનીય બાબત છે એટલે આવી શાળા ના શિક્ષકો નો ઉત્સાહ વધે એ હેતુ થી આ બંને શાળા ની મુલાકાત જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ તેમજ જિલ્લા શિક્ષણ અઘિકારી ઇમરાન ભાઈ સોની દ્વારા લેવામાં આવી હતી અને આવીજ રીતે બાકી ના તમામ તાલુકા શાળા ની મુલાકાત લેવામાં આવી હતી, તેવું છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકા બેન પટેલ દ્વારા જણાવેલ હતું,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


