Gujarat

છોટાઉદેપુર જિલ્લા પ્રા.શિક્ષક સંઘ નવીન બોડીની પ્રથમ કારોબારી સભા યોજવામાં આવી*

કારોબારી સભા, તાલુકા અને જિલ્લા ના હોદ્દેદારોનું સ્નેહ મિલન પૂર્વે સત્ય નારાયણની કથા અને 2જી ઓક્ટોબર હોઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મ જયંતિની ઉજવણી વગેરેનું આયોજન.
કારોબારીમાં નીચેના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી.
         તા.૦૨/૧૦/૨૦૨૦ રવિવાર ના રોજ છોટાઉદેપુર તાલુકા શાળા -૧ ખાતે જિલ્લા પ્રા.શિક્ષક સંઘની નવીન ચૂંટાયેલી બોડીની પ્રથમ  કારોબારી સભા પ્રમુખશ્રી શૈલેષભાઇ રાઠવા ની અધ્યક્ષતામાં યોજવામાં આવી જેનું સફળ સંચાલન મહામંત્રીશ્રી રાકેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. રાજ્ય સંઘના ઉપ પ્રમુખશ્રી માધુભાઈ રાઠવાની હાજરીમાં કારોબારી પહેલા જિલ્લામાં શિક્ષકોના હિત માટે સત્ય નારાયણની કથા કરવામાં આવી. કારોબારીમાં  શિક્ષક હિત અને શિક્ષણની ચિંતા વ્યકત કરતા કેટલાક પ્રશ્નો અને તેના ઉકેલ બાબતે સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી જેમાં કારોબારીમાં નીચેના પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી
જુની પેન્શન યોજના મળે તે માટે  બાબતે વિસ્તૃત ચર્ચા બેઠક માં થઇ
છોટાઉદેપુર જિલ્લાના નવ નિર્મિત શિક્ષક ભવનનું વર્ષ 2023માં શિક્ષકો માટે ખુલ્લું મુકવા બાબત.
 સંગઠન વધુ મજબૂત બનાવવા બાબત.
શિક્ષકોના પુરવણી બિલો, પગરબીલ, અને તમામ પ્રકરના બિલો વહેલી તકે પુરતતા કરવા બાબત.
પ્રિ ઓડિટ નો સખત વિરોધ અને પ્રક્રિયા સરળ બનાવવા બાબત.
કોવિડ 19ના હુકમો , અનાજ વિતરણ, ધન્વંતરી રથ ની કામગીરીના હુકામોની વળતર રજાઓના હુકમો વહેલી તકે કરવા બાબત.
જી.પી.એફ. ના હિસાબો આપવા બાબત.
બી.એલ.ઓ. ની કામગીરી માંથી મુક્તિ આપવા બાબત.
ઉચ્ચ પ્રા. શિક્ષકોના અલગ 4200 ગ્રેડ પે આપવા બાબત.
વ્યક્તિગત પ્રશ્નો ની કેસ દીઠ ચર્ચા કરવામાં આવી અને ન્યાય અપાવવાનું પણ નક્કી થયું.
સ્વેચ્છિક શિક્ષકો એ ખાદી ખરીદવા બાબતે ચર્ચા કરવામાં આવી.
અર્ધ વાર્ષિક પરીક્ષા સફળ બનાવવા બાબત.
કારોબારી બેઠકમાં તમામ તાલુકા ના પ્રમુખ,મંત્રી , જિલ્લા ના હોદેદોરો હાજર રહ્યા મુખ્ય બાબત 100 ટકા સભાસદ બનાવવું અને શિક્ષક ભવન બનાવી શિક્ષકો માટે ખુલ્લું મૂકવાનું પણ નક્કી થયું.નવીન ચૂંટાયેલ હોદેદારો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221003-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *