Gujarat

છોટાઉદેપુર જીલ્લા તેમજ અન્ય ત્રણ જીલ્લાઓમા ઘરફોડ ચોરી કરતા બે રીઢા ચોરને પકડી પાડીત્રણ જીલ્લાઓના કુલ નવ ગુન્હાઓનો ભેદ ઉકેલતી જેતપુર પાવી પોલીસ

 ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ ધ્વારા છોટાઉદેપુર જીલ્લામા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ જીલ્લામા થયેલ ઘર ફોડ ચોરી લુટ તથા વાહન ચોરીના અને ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ જે સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગ દર્શન હેઠળ એચ.આર.જેતાવત પોલીસ સબ ઈન્સ્પેકટર જેતપુરપાવી નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે સતત પ્રયત્ન શીલ હતા. તે દરમ્યાન આસપાસના જીલ્લાઓમાં દાખલ થયેલ તેમજ પ્રયત્ન થયેલ ર વિગેરે ગુહાઓના સી સી ટી વી ફુટેજ મળતા ફુટેજ આધારે તેમજ બાતમીદાર થકી માહિતી મેળવી સફેદ કલરની સ્વીફ ડીઝાયર ગાડીમાં કેટલાક ઇસમો ચોરી કરવા આવતા હોવાની માહીતી મળેલ જે હકિકત આધારે તેમજ નેત્રમ કમાંડ એન્ડ કંટ્રોલ છોટાઉદેપુરની મદદથી ગાડી નંબર GJ-06-KD-1923 ની હોવાનુ જાણવા મળેલ જેના આધારે ઇ- ગુજકોપની મદદથી ગાડીના ૪ માલીની શોધખોળ કરી ને તેમજ અંગત બાતમી થકી પોળ ચોરીઓ કરનાર ચીકલીગર ગેંગના ૨ ઇસમોને પકડી પાડી છોટાઉદેપુર જીલ્લાના ઘરફોડ ચોરીના-૨ ગુન્હાઓ તેમજ અન્ય ત્રણ જીલ્લાના-૭ ગુન્હા શોધી કાઢી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામા આવેલ છે.તેમજ અન્ય જીલ્લામાં કુલ-૧૩ ગુન્હાનો વૉન્ટેડ આરોપી પકડી પાડેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220325-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *