Gujarat

છોટાઉદેપુર તાલુકાના ગાબડીયા ગામના આદિવાસી ખેડૂતો દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેકટરને જંગલની જમીન બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું,

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લોએ  રાજયના સરહદી અને આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અહીંના આદિવાસી ખેડૂતો મોટાભાગના જંગલની જમીન પોતાના બાપદાદા વખત દરમિયાન ખેડાણ કરતા આવ્યા છે ત્યારે  છોટાઉદેપુર તાલુકાના ગાબડીયા ગામના આદિવાસી ખેડૂતો પોતાના બાપદાદા વખત જંગલની જમીન ખેડતા આવ્યા છે, ત્યારે હવે  જંગલમાં જમીન ખેડાણ કરવા જતા આદિવાસીઓને જંગલખાતા દ્વારા ખેડાણ કરવા દેતા નથી અહીના ખેડૂતો પાસે હકદાવો છે અને દંડ પાવતીઓ છે તો પણ જંગલ ખાતા દ્વારા તેઓને ખેડાણ કરવા દેતા નથી તેવા ગામના લોકો આરોપ લગાવી રહ્યા હતા, ત્યારે તેઓને ખેડાણ કરવા દે તેવી માંગ છોટાઉદેપુર જિલ્લા કલેકટરને કરવામાં આવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220729-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *