છોટાઉદેપુર નગરમાં આવેલ રેલવે ફાટક નંબર 111 અગાઉ સરકાર દ્વારા ગરનાળાની મંજૂરી કરવામાં આવી હતી પરંતુ સ્થાનિકો દ્વારા કેટલીક નારાજગી હતી સ્થાનિકો દ્વારા સરકાર શ્રીને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરતાં સરકાર દ્વારા ગરનાળું કેન્સલ કરી ઓવર બ્રિજની ફાળવણી કરવામાં આવી હતી જે હાલ કોન્ટ્રાક્ટર દ્વારા પુર ઝડપથી ઓવરબ્રિજનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે સ્થાનિકો સહિત રાહદારીઓમાં ખુશી જોવા મળી છે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
