Gujarat

છોટાઉદેપુર નગરમાં  પીએમ આવાસ યોજના હેઠળના ૩૦૦ આવાસોમાં લાભાર્થીઓના ગૃહપ્રવેશ

શંકરભાઈ રાઠવાએ લાભાર્થીઓને ચાવી અર્પણ કરી કરાવ્યો ગૃહપ્રવેશ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ગુજરાત આગમનના બીજા દિવસે અને નવલી નવરાતના પવિત્ર દિવસોમાં માં અંબાના પવિત્ર યાત્રાધામ અંબાજીના આંગણે વડાપ્રધાનના વરદ હસ્તે  રૂ ૭૯૦૯ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહ્રત અને લોકાર્પણ યોજવામાં આવ્યું હતું, આ લોકાર્પણની સાથે સાથે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ જીલ્લા કક્ષાએ લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતેથી જીવંત પ્રસારણ થકી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ પામેલા  ૪૦૦૦ થી વધુ આવાસોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના તમામ લાભાર્થીઓએ ઠેક ઠેકાણે ઉમંગ અને ઉત્સાહભેર આજે ગૃહ પ્રવેશ કર્યો હતો.
તા.૩૦મી સેપ્ટ.ના રોજ સમ્પન્ન થયેલા પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમની સમાંતરપણે  અહીં છોટાઉદેપુરના દરબાર હોલ ખાતે લોકાર્પણ કાર્યક્રમમાં છોટાઉદેપુર નગરના ૩૦૦ જેટલા આવાસો આર્પણ કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર ખાતે નગર સેવા સદન દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજનામાં કુલ ૫૪૦ આવાસો મંજુર કરવામાં આવ્યા છે જેમાંથી ૩૦૦ આવાસો સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે બાકીના ૨૪૦ આવાસો પ્રગતિમાં છે. આ ૫૪૦ આવાસોમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કુલ ૧૮.૯૦ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવેલ હતું.
અંબાજીમાં સંપન થયેલા લોકાર્પણનું વિશાલ એલઈડી દ્વારા લાઈવ ટેલીકાસ્ટ લાભાર્થીઓ, મહેમાનશ્રીઓ અને શ્રોતાઓએ નિહાળ્યો હતો. સમાંરભના અધ્યક્ષ શંકરભાઈ રાઠવા ઉપરાંત ચીફ ઓફિસર સિંહ, નગરપાલિકાના ઉપપ્રમુખ નાર્ગીસ્બેન મકરાણી,નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નરેનભાઈ જયસ્વાલ, મહિલા કોર્પોરેટર નેહાબેન જયસ્વાલ, કોર્પોરેટર મુકેશ કિરમાણી, અંકુરભાઇ પંચોલી, મુસ્તુફા ચૌહાણ, સીદ્દીકભાઈ ભોકલા વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. શંકરભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજકાલ સામાન્ય માણસથી લઈને મોટા માણસોનું સ્વપ્ન રોટી, કપડા ઔર મકાન મેળવવાનું હોય છે. આજથી ૩૦-૩૫ વર્ષ પહેલા છોટાઉદેપુર અને વડોદરાના અંતરિયાળ વિસ્તારોમાં ગામડે ગામડે ફરીને સામાન્ય માણસોના સ્વપ્નને નરેન્દ્રભાઈ મોદીએ સાકાર કરવાનું બીડું જડપ્યું હતું જે આજે  લગભગ પૂર્ણતાના આરે છે અને ૨૦૨૪ સુધીમાં સૌને ઘરનું ઘર મળે તેવી નેમ લીધી છે. એટલું જ નહિ મકાન ની સાથે સાથે ઘર માં શૌચાલય, પાણી અને વીજળી હોય તો જ ઘર એ ઘર બને છે. આ સુવિધાઓ પણ આ નરેન્દ્રભાઈ મોદીની સરકારે છેવાડાના માનવી સુધી પૂરી પડી છે. નરગીસબેન મકરાણીએ પણ પોતાના પ્રવચનમાં સૌને આવકાર્ય હતા અને પોતે આવા પ્રોગ્રામનો એક હિસ્સો છે તેના માટે ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

01-10-2022_-Gruh-pravesh-4.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *