Gujarat

 છોટાઉદેપુર ના ઓલીઆંબા ગામે હોળી નો ઢોલ વગાડવાની નજીવી બાબતે કુહાડીના ઘા કરી યુવાનની હત્યા કરવામાં આવી છે, 

 છોટાઉદેપુર ના ઓલિઆંબા ગામે હોળી નો પર્વ માતમ મા ફેરવાયો છે,હોળીએ આદિવાસીઓનો સૌથી મોટો પર્વ મનાય છે જેમાં હોળી પૂર્વે અને પછી ભરાતા મેલોમાં રામઢોલ સહિતના વાજિંત્રો વગાડી આદિવાસીઓ નૃત્ય કરતા હોય છે,ત્યારે હોળીના મેળામાં  ઢોલ વગાડવા છોટાઉદેપુર ના ઓલિઆંબા ગામનો અર્જુન ઉર્ફે આદમ રાઠવા ગામનાજ મંગલા ઉર્ફે કાળું રાઠવાનો ઢોલ વગાડવાની પ્રેક્ટિસ કરવા લાવ્યો હતો,ત્યારે કોને પુછીને તું ઢોલ લાવ્યો છે તેમ કહી અર્જુન ના ઘરે આવેલા મંગલા રાઠવાએ બોલાચાલી કરી ઝગડો કરવા લાગેલ દરમિયાન મંગલા રાઠવાએ ત્યાં પડેલ કુહાડીનો છુટ્ટો ઘા કરતા અર્જુનના ગાળામાં કુહાડી વાગી હતી, ગંભીર રીતે  ઇજગ્રસ્ત અર્જુન રાઠવાને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું, ઘટનાને લઈ અર્જુન ની પત્ની રીના રાઠવાએ મંગલા રાઠવા સામે છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ,ઘટનાને લઈ પોલીસે મૃતક નું પી એમ કરવાની સાથે હત્યારા આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220318-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *