છોટાઉદેપુર જિલ્લાનુ છેવાડાનું ભોરદલી ગામ આવેલું છે આ ગામ માં 1500 લોકોની વસ્તી છે ચોમાસામાં ભારે વરસાદ ના કારણે કોજેવે ઉપર મોટુ ગબડુ પડ્યું હતું જયારે સરકાર નો આદેશ છે કે વરસાદ ના કારણે રોડ ઉપર પડેલા ખાડા તૈયાર માં પુરવા જયારે એક માસથી ગામમાં જવાના રસ્તા ઉપર પડેલુ ગાબડું તંત્ર અધિકારીઓ દ્રારા પુરાવવા માં નથી આવતું વાહન ચાલકો રાત્રી ના સમયે આ ગાબડાં માં પડી જાય છે અને અકસ્માત ભોગ બંને છે ગ્રામજનો ને આવન જવન માટે એકજ રસ્તો છે મોટુ વાહન ગામ માં જઈ શકતું નથી ગ્રામજનો એ વારંવાર તંત્રના અધિકારીઓ ને રજુઆત કરવા છતાંય કોઝવે ઉપર પડેલું ગાબડું પુરવાની કોઈ કામગીરી હાથ ધરાતી નથી અને જેનો ભોગ ગ્રામજનો બંને છે
ફોટો લાઈન :- છોટાઉદેપુર ના ભોરદલી ગામે નદી ઉપર આવેલા કોઝવે ઉપર મોટુ ગાબડું પડ્યું છે તસ્વીર
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


