છોટાઉદેપુર ના લોકલાડીલા સાંસદ ગીતાબેન રાઠવા ના આજે જન્મદિવસ નિમિત્તે છોટાઉદેપુરના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ખુદ સાંસદ દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી , આ કાર્યક્રમમાં ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલના આદિજાતિ નિગમના ડીરેકટર જશુ ભાઈ રાઠવા , છોટાઉદેપુર જિલ્લા મહિલા મોરચા પ્રમુખ સજ્જનબેન રાજપુત, પ્રદેશ મહિલા મોરચા સભ્ય લીલાબેન રાઠવા, છોટાઉદેપુર યુવા મોરચા પ્રમુખ સચીનભાઈ તડવી, સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર