ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી બેરત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી ક૨વા સારૂ જીલ્લાના અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવુતી હેરાફેરી કરતા ઇસમો ઉ૫૨ વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને એ.વી.કાટડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ.કામળીયા નાઓ સ્ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાહેબનાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે
એક ટાટા કંપનીની ઈન્ડીગો ગાડી ૨જી.નંબર MP-04-CE-7851 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને છોટાઉદેપુર તરફ આવનાર છે તેવી ચોક્કસ બાતમી આધારે રંગપુર નાકા વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકિકત વાળી ઈન્ડીગો ગાડી આવતા તેનો ચાલક દુરથી પોલીસને જોઇ જતા ગાડી માંથી ઉતરી ભાગવા લાગેલ અને તેની સાથે બેઠેલા ઇસમો પણ ભાગવા લાગેલ પાછળ પીછો કરતા તે તથા તેની સાથેના ઈસમ પકડાઈ ગયેલ જેથી સદરી ટાટા કંપનીની ઈન્ડીગો નજીક જઈ ખેતા ટાટા કંપનીની ઈન્ડીગો ગાડી ૨જી MP-04-CE
7851 ની છે તથા ડીકીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારુ ભરેલ કાચની પેટીઓ ભરેલ હોય જેથી બહાર કાઢી ગણી જેતા સફેદ કલરના પુઠાની પેટીઓ નંગ ૧૦ જેમા જોતા લંડન પ્રાઇડ પ્રીમીયમ વ્હીસ્કી મેનુફેકચ૨ એન્ડ બોટલ્ડ બાય જે.કે એન્ટર પ્રાઈજ ૪૮૨-એ ગ્રોથ સેન્ટર પીથમપુર ડી-ધાર (એમ.પી) ૭૫૦ મી.લી.નાં અંગ્રેજી લેબલવાળા કાચના કંપની શીલબંધ બોટલો જે એક પેટીમા નગ-૧૨ લેખે કુલ પેટીઓ ૧૦ મળી કુલ બોટલો નંગ -૧૨૦ મળી કુલ કી.રૂ-૧,૮૮,૫૦/- ના મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર