એમ.એસ.ભરાડા ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી તથા છોટાઉદેપુર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન આધારે તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.વી.કાટકડ નાઓના માર્ગદર્શન આધારે ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા સારૂ પોલીસ ઈન્સ્પેક્ટર જે.કે.પટેલ નાઓ સ્ટાફ સાથે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમીયાન અ.હે.કો સંજયભાઈ નગીનભાઈ નાઓને મળેલ ચોક્ક્સ બાતમી આધારે સઈદનગરમાં રહેતા સુખરામભાઈ ઉર્ફે મુકેશ ગુલીયાભાઈ રાઠવા નાઓના ઘરે રેઈડ કરતા સદરી ઘરે હાજર હોય જેના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ બોક્ષ મળી આવેલ જે જોતા (૧) મેકડોલ નંબર.૦૧ ૭૫૦ મી.લીની બોટલ નંગ-૧૨ કિંમત રૂપિયા.૭,૨૦૦/-તથા (૨) પ્લાસ્ટીકના ૧૮૦ મી.લી ના ક્વાટરીયા નંગ.૧૯૨ કિંમત.રૂપીયા.૨૪,૯૬૦ તથા (૩) ટીન બીયર મળી બોટલ નંગ-૧૪૪ ની કુલ કિમંત રૂપીયા-૧૪,૪૦૦/- નો પ્રોહી મુ્દ્દામાલ મળી કુલ કિમત રૂપીયા-૪૬,૫૬૦/- નો મુ્દ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની તપાસ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર